બચાવ ટીમોએ આખરે સુએજ કેનાલમાં લગભગ એક અઠવાડિયાથી ફસાયેલા જંગી કન્ટેનર જહાજને મુક્ત કર્યું છે. જેનાથી એવું સંકટ ટળ્યું છે જેને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ થઈ ગયો હતો અને દરિયાઈ વેપારમાં દિવસના અબજો ડોલરનો વ્યવહાર અટક્યો હતો.
આ જહાજ 23 માર્ચના રોજ સુએઝ નહેરમાં ફસાયું હતું. બોર્કીલીસના સીઈઓ પીટર બર્ડોવસ્કીએ જણાવ્યું હતું કે, અમે જહાજને બહાર કાઢી દીધું છે. હું જાહેરાત કરીને ઉત્સાહિત છું કે અમારી નિષ્ણાતોની ટીમ સુએઝ કેનાલ ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. તેમના સફળ પ્રયત્નોથી સુએઝ કેનાલમાં અવરજવર શક્ય બની છે.
સાંજે 6 વાગ્યે સ્થાનિક સમય (1600 GMT, બપોર EDT) સોમવારે કેનાલમાં અવર જવર શરૂ થયું હતું. સુએઝ કેનાલ ઓથોરિટીના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઓસામા રાબેએ કહ્યું કે, સુએઝ શહેરના કન્ટેનરથી ભરેલા વહાણો લાલ સમુદ્રમાં નહેરમાંથી બહાર નીકળતાં જોઇ શકાય છે.
રાબેએ જણાવ્યું હતું કે, એક અઠવાડીયાથી અટવાયેલા 420માંથી ઓછામાં ઓછા 113 જહાજો મંગળવાર સવાર સુધી કેનાલ પાર કરી હતી.વિશ્લેષકો અનુસાર, બંને છેડેના બેકલોગ સાફ કરવા માટે ઓછામાં ઓછા 10 દિવસનો સમય લાગી શકે છે.
રાબેએ જણાવ્યું હતું કે, આ ઘટનાથી કેનાલમાં દરરોજ 12 મિલિયનથી 15 મિલિયન ડોલરના નુકસાનનું થયાનું અનુમાન છે.રાબેએ ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમણે જહાજ અને તેના માલને નુકસાન પહોંચાડયા વિના આ મુશ્કિલ મિશન પૂર્ણ કર્યું છે. આ ઘટના અંગે હવે ઉચ્ચસ્તરીય તપાસ યોજવામાં આવશે એમ જાણવા મળે છે.