મુંબઈ: મુંબઈના (Mumbai) વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર દોડતી કારમાં (car) અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. ત્યારે તે જ સમયે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી (CM) એકનાથ શિંદેનો (Eknath Shinde) કાફલો પસાર થઈ રહ્યો હતો. દુર્ઘટના વિશે જાણકારી મળતા જ સીએમ એકનાથ શિંદેએ મદદ માટે પોતાનો કાફલો રોક્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી શિંદે કાર ડ્રાઈવર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ ડ્રાઈવરનું નામ પૂછ્યું, જેણે પોતાનું નામ વિક્રાંત શિંદે આપ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મદદની ખાતરી આપી હતી.
- મુંબઈમાં રોડ પર ચાલતી કારમાં આગ લાગી
- મુખ્યમંત્રી એકનાથ શિંદે કાફલો રોકી મદદ માટે આગળ આવ્યા
- એકનાથ શિંદેએ પીડિતાને મદદ કરી
વીડિયો પરથી જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રીએ શિંદેએ પોતાનો કાફલો રોકી એક વ્યક્તિ સાથે વાત કરી હતી. તેમણે વ્યક્તિને કહ્યું કે જીવન ખૂબ જ જરૂરી છે. તેઓએ તેને સળગતી કારની નજીક ન જવા કહ્યું અને ત્યાંથી જતા પહેલા વ્યક્તિને મદદની ખાતરી પણ આપી.
આ અકસ્માત મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર થયો હતો
આ અકસ્માત મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર થયો હતો. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. આ હાઈવે મુંબઈનો મુખ્ય માર્ગ માર્ગ છે. આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે બે ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો
મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે એક કારમાં આગ લાગી હતી. અકસ્માત દરમિયાન કાર ચાલકે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સવારે બની હતી, જેના કારણે હાઇવે પર બહુ ઓછા લોકો હાજર હતા. ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.