વલસાડ(Valsad): વલસાડના જૂજવા (Jujva) ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં (Auranga River) શુક્રવારે સવારે માછલી (Fish) પકડવા ગયેલા એક યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ (Suckermouth catfish) નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જોકે, આ માછલી મોટાભાગે અમેરિકાની (America) એમેઝોન (Amazon) નદીમાં જોવા મળે છે. અગાઉ આ માછલી યુપીના (Uttar Pradesh) વારાણસી (Varanasi) નજીક ગંગા (Ganga) નદીમાં મળી આવી હતી. હવે વલસાડના જૂજવા ગામે ઔરંગા નદીમાંથી આ દુર્લભ માછલી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
- જૂજવા ગામના યુવાનની જાળમાં વિદેશી માછલી ફસાઈ
- સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી માછલી ઔરંગા નદીમાં મળી
- સકર માઉથ કૈટ ફિશ નામની આ માછલીએ કૂતુહલ સર્જ્યું
- માંસાહારી આ માછલી જોવા મળતા વૈજ્ઞાનિકો ચિંતિત
હાલમાં વરસાદનું પ્રમાણ ઘટતા ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં લોકો હુક કે જાળ નાંખી માછલી પકડતા હોય છે. વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતો નિલેશ રમેશ નાયકા ગંગાજી ફળિયામાં ઔરંગા નદીમાં માછલી પકડવા માટે જાળ નાંખી રહ્યો હતો. તે દરમિયાન તેની જાળમાં અત્યંત દુર્લભ માછલી ફસાઈ ગઈ હતી. જાળમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ સકર માઉથ કૈટ ફિશ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આ માછલી વિશે માહિતી મળી કે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના (South America) એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ વારાણસીના ગંગા નદીમાં મળવાથી જેટલું આશ્ચર્ય પેદા કર્યું છે તેટલી જ વૈજ્ઞાનિકો માટે ચિંતા ઉભી કરી છે. વારાણસીના રામનગરમાં રમનાથી થઈને વહેતી ગંગા નદીમાં નાવિકોને અજીબો ગરીબ માછલી જોવા મળી હતી. બીએચયુના (BHU) માછલીના વૈજ્ઞાનિકોએ (Fish Scientist) તેની ઓળખ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફીશના રૂપમાં કરી છે. વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે, તે માછલી માંસાહારી (Non Vegetarian) છે અને પોતાના ઈકોસિસ્ટમ (Eco System) માટે જોખમ પણ છે. સામાન્ય રીતે નદીઓ પોતાના ઉંડાણોમાં ઘણા રાઝ અને રહસ્યને સમેટી રહી છે.