ઉતરાયણ પર્વનો માહોલમાં પતંગોત્સવ દરમિયાન આકાશમાં ઊડી રહેલ પક્ષીઓને પતંગની દોરીથી ગંભીર નુક્સાન સાથે ક્યારેક જીવલેણ પરિસ્થિતિ પણ બનવા પામે છે. આવી વિકટ સ્થિતિમાં વેટરનરી ડોક્ટરની ખુબ જ સરાહનિય કામગીરી કરવામાં આવે છે.ઉત્તરાયણના એક દિવસ અગાઉ બોરસદમાં રાષ્ટ્રીય પક્ષી મોર ડોક પર ગંભીર હાલતમાં મળી આવતાં બોરસદના સેવાભાવી લોકસેવક મહેશભાઈ ઠાકોર દ્વારા તાત્કાલિક સારવાર માટે ઘવાયેલા મોરને બોરસદના પશુ દવાખાને લાવવામાં આવ્યો હતો. ફરજ પરના વેટરનરી ડૉ હિતેષ મકવાણા અને ડૉ ઉન્નતિ શુક્લ દ્વારા તાત્કાલિક સારવાર થકી સફળ ઓપરેશન કરી રાષ્ટ્રીય પક્ષી મોરને જીવતદાન આપ્યું હતું. ઓપરેશન બાદ સ્વસ્થ થયેલ મોરને બોરસદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. – તસ્વીરઃ ભરતસિંહ સાેલંકી
બોરસદમાં ઘવાયેલ રાષ્ટ્રીય પક્ષી મોરનુ સફળ ઓપરેશન
By
Posted on