Gujarat Main

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પર વિદ્યાર્થીઓને મળતી સબસીડી આજથી બંધ, હવે ઇલેક્ટ્રિક વાહનો થશે મોંઘા

ગાંધીનગર: રાજ્ય સરકારે આજથી વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) પર મળતી સબસીડી (Subsidy) બંધ કરા દેવામાં આવી છે. જેથી હવે વિદ્યાર્થીઓએ (Student) મોંઘા ટુ વ્હીલર ખરીદવાં પડશે. વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં રાજ્ય સરકાર દ્વારા 12 હજારની સબસીડી આપવામાં આવતી હતી જે આજથી એટલે કે ગુરુવારથી બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ કોમર્શિયલ ઇ વ્હીકલ (Commercial e-vehicle) માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે.

હાલમાં રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે સરકારા દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી નથી. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઇ વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા માત્ર વિદ્યાર્થીઓની જ સબસીડી બંધ કરવામાં આવી છે, જે અંગે સરકારે ઇ વ્હીકલના શો રૂમ સંચાલકોને પણ માહિતી આપવામાં આવી નથી.

શો રૂમના સંચાલકોને માહિતી નથી
સરકારે વિદ્યાર્થીઓ માટે સબસીડી આજથી બંધ કરી છે. અને ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે ટુ વ્હીલરના શોરૂમ સંચાલકોને માહિતી નથી. સંચાલોકાનો કહ્યા અનુસાર ગ્રાન્ટની રકમ આવતાં સબસીડી ફરી શરૂ થઈ શકે છે. પરુતં હાલ રાજ્ય સરકાર તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે તે 25ની સ્પીડ (લો સ્પીડ) પર ચાલતાં ટુ વ્હીલરની કિંમત 70 હજાર હોય છે અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર 12 હજારની સબસીડી પર આપે છે. જેથી વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદી શકે. શહેરમાં દર મહિને 200 જેટલાં ટુ વ્હીલર વેચાતાં હોય છે. નોંધનીય છે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેથી હવે ઘણા દેશો હવે પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરવા લાગ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકાર પણ આ દિશામાં પગલાં ભરી રહી છે અને નવી યોજનાઓ થકી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. આ અગાઉ થયેલ જાહેરાત મુજબ પ્રથમ બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોટા પાયે લોકોએ સબસીડીનો લાભ લીધો હતો, જો કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે અપાતી ઈ-વ્હીકલ પરની સબસીડી બંધ કરતાં ઈ-વ્હીકલ મોંઘા થઈ ગયા છે.

Most Popular

To Top