Vadodara

સિનિયર સિટીઝન એસો.ના પાલિકાએ લઇ લીધેલા પ્લોટ પરત આપવા રજૂઆત

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે  વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ જેટલા પરત કરેલા પ્લોટ  પરત  આપવા સંદર્ભે  પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી .જેમાં એજકેર ફેડરેશન સંસ્થાની પ્રવૃતિઓ ની જાણકારી આપી હતી અને  પ્લોટ પરત કરવામાટે માંગ કરવામાં આવી. એજ કેર ફેડરેશન વડોદરા શહેર અને ગુજરાત રાજયના60 જેટલા સિની . સીટીઝનોના સંગઠનો તેમાં જોડાયેલ છે.એજ કેર ફડરેશન એ તમામ એસોસીયેશન નું ફેડરેશન છે . જેની સાથે લગભગ વડોદરા શહેરના સિનિયર સિટીઝન્સ એસો .જેટલી પ્રવૃત્તિ  ગુજરાતના કોઈ પણ શહેરમાં ચાલતી નથી . સી.સી. એસો . ની પ્રવતિઓ : નેશનલ પોલીસી ફોર ઓલ્ડર પસન્સ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ધણાં વખત પહેલાં  આ પ્લોટ મંજુર કરવામાં આવેલ છે .

એજ કેર ફેડરેશન સંસ્થાઓએ દરેક વખતે સત્તાધારી પક્ષને મદદ કરી છે જેમ કે કોરાનાની શરૂઆતના કાળમાં પી.એમ. કેર કંડ રાજય સરકાર અને મેયર ના કુંડમાં સારી એવી આર્થીક મદદ કરેલ છે . તેમજ વખતો વખત જયારે જરૂર પડે ત્યારે કોર્પો . ની સાથે રહીને સહકાર આપેલ છે .  અમારા જુદા જુદા મંડળોના કાર્યક્રમોમાં ગુજરાત રાજયના મંત્રીશઓ , સાંસદ , ધારાસભ્યો તેમજ બધા જ મેયર તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે અને અમારી પ્રવૃતિઓના ખૂબ જ વખાણ કરેલ છે . તેમજ અમને ફાળવેલા પ્લોટોનું સુશોભિકરણ અને વિકાસના પણ વખાણ કરવામાં આવેલ છે , આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે વડોદરા શહેરના સિનિ , સિટીઝન મંડળો એ શહેરની એસેટ્સ ગણવી જોઈએ અને તેમના પ્રત્યેનું વલણ ખુબ ખેદ જનક છે.

જયારે જરૂર પડે ત્યારે તંત્ર ની સાથે રહીને સહકાર આપ્યો છે . હવે તેમની પાસે  તેનું ભાડુ વસુલ કરવામાં આવે છે . આપને અમારી નમ્ર વિનંતી છે કે વડોદરા રાહેરના મંડળો એ શહેરની એસેટ ગણવી જોઈએ  મંડળોએ વિવિધ કાર્યક્રમો કરવાં માટે ઘણાં સાધનો વસાવેલું છે . જેવો કે દરેક સંસ્થા પાસે ૨00 ખુરશી . પાંચ – છ કબાટ તેમજ પોતાના રોડ , લાઈટ , પંખા અને ફીકસચે , માઈક સીસ્ટમ વગેરેની વ્યવસ્થા કરેલ છે . તેમજ પોતાના પતરાના શેડ બનાવ્યા છે . આથી બધી વસ્તુઓ પ્લોટમાંથી ખાલી કરીને આપની નોટીસ પ્રમાણે દિવસમાં ખાલી કરવું અશકય છે . આ બાબતે સી . સી . એસો . ને આપવામાં આવેલા પ્લોટોને આ કાર્યવાહીનાંથી મુકિત આપવા
વિનંતી છે.

Most Popular

To Top