Vadodara

જમીન સંપાદનના વળતર માટે 4.91 કરોડ ચૂકવવા સ્થાયીમાં રજૂઆત

વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ થી અમિત નગર સર્કલ તરફના માર્ગ ઉપર જમીન સંપાદન દરમ્યાન 4.91 કરોડનું વળતર સંસ્થાને ચૂકવવા માટે નું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું છે .અત્રે નોંધનીય છે કે સંસ્થાએ વળતર માટે અદાલતમાં દાવો દાખલ કર્યા બાદ સહમતી દાખવતા  હવે આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાયું છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ  પેટ્રોલપંપથી ગબ્બર એપાર્ટમેન્ટ થઈ અમિતનગર સર્કલ તરફના માર્ગ ઉપર 30 મીટર રસ્તા રેષામાં અંદાજિત 1522 ચોરસમીટરની જગ્યા અગાઉ સંપાદન  માટે જમીન માલિક જિનગર મ્યાનગર રસાણીયા પંચના પ્રમુખ તથા સભ્યો સાથે ચર્ચા કરી હતી.  પરંતુ પ્રયત્નો નિષ્ફળ ગયા. બાદ પાલિકાએ  બીપીએમસી એક્ટ મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મંજૂરી મેળવી દરખાસ્ત કરી હતી.

 જેથી જમીન માલિકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અને દાવો દાખલ કરી  જમીનના વળતરની માંગ કરી હતી. હાલમાં આ જગ્યાએ રસ્તો બની ચુક્યો છે.  દરમ્યાન હવે જમીન માલિકો સંમતિ કરાર થી જમીન આપવા સહમતી દર્શાવતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા  સંમતિ એવોર્ડ ની રકમ રૂપિયા 4.81 કરોડ તથા આર એન્ડ આર ની રકમ રૂપિયા 5 લાખ મળી કુલ ચાર 4,91,24,751 ની રકમ જમીન માલિકોને ચૂકવવા કામ મજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ થયું છે.

Most Popular

To Top