Dakshin Gujarat

સબજેલમાં બંધ કેદીઓની કલાઈ ઉપર બંધાઈ રક્ષા: ભાઈઓએ બહેનોને આપ્યા આશીર્વાદ

રક્ષાબંધનના (Rakshabandhan) પર્વની આગોતરી ઉજવણી (celebration) કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર(Ankleshwar) સબજેલના(subjails) કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના

અંકલેશ્વર જે.સી.આઈ. દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. જેમાં બેહન ભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ તેની રક્ષા કરવાની જિમ્મેદારી લે છે. જેસીઆઇ અંકલેશ્વર પરિવારે અંકલેશ્વર સબજેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.

60થી વધારે કેદીઓને રાખડી બાંધી

જેલમાં રહેતા 60થી વધારે કેદીઓને રાખડી બાંધી તેમને પણ હકારાત્મક જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કે.જે.રાજપૂત, અંકલેશ્વર નાયબ મામલતદાર અલ્પેશ પરમાર, અંકલેશ્વર સબજેલના જેલર ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઈસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી ચંચલ જૈન, જેસી શ્યામા શાહ જેસી શ્રીમાતા ઉપસ્થિત રહ્યા હતા.

ઓલપાડની કોબા પ્રા.શા. દ્વારા બનાવેલ ૧૦૧ રાખડીઓ દેશના જવાનો માટે મોક્લી

ભાઈ-બહેનના પવિત્ર સબંધનો રક્ષાબંધનનો પર્વ આગામી ગુરૂવાર,તા.૧૧ ના રોજ આવનાર છે.આ પર્વના દિને દેશની સરહદ ઉપર રક્ષા કરતા જવાનો માટે ઓલપાડ તાલુકાના કોબા ગામની પ્રાથમિક શાળાએ અનોખી પહેલ કરી ૧૦૧ રાખડીઓ બનાવી મોક્લી છે.

શિક્ષિકા બહેનો અને બાળાઓ દ્વારા ૧૦૧ રાખડીઓ બનાવાઈ


સુ.પં.શિ.સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાના કોબા ગામની પ્રા.શા.ના આચાર્ય અને તાલુકાની દરિયાઈ પટ્ટીના ભાંડુત ગામના યુવાન ધર્મેશભાઈ પટેલ સેવા માટે સતત નવતર પ્રયોગો કરી સમાજમાં નામના મેળવી રહ્યા છે.તેમણે હાલમાં જ કોબા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો અને બાળાઓ દ્વારા ૧૦૧ રાખડીઓ બનાવડાવી હતી અને આ રાખડીઓ રક્ષાબંધનના પવિત્ર પર્વના સાત દિન અગાઉ દેશની સરહદ ઉપર દેશના નાગરિકોનું દિન-રાત રક્ષણ કરતા સૈનિકો માટે મોક્લી આપી છે.

Most Popular

To Top