ઉત્તર પ્રદેશ: સમગ્ર દેશ કાલે જયારે આવનારા નવા વર્ષની(new year) તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં એવી ઘટના બની જેથી એક નજીવી બાબતે બોલચાલ અને મારામારી બાદ એક સેવા નિવૃત સબ ઈન્સ્પેક્ટરના પુત્ર વરુણની હત્યા(murder) કરી દેવામાં આવી હતી જાણો સમગ્ર મામલો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ(Ghaziabad) જિલ્લાના ટીલા મોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરના પદ પરથી નિવૃત્ત ઈન્સ્પેક્ટર કુંવરપાલના પુત્ર વરુણને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. ગાઝિયાબાદમાં કાર પાર્કિંગના વિવાદમાં દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત ઇન્સ્પેક્ટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે.
મોડી રાત્રે બની હતી ઘટના, આરોપી ફરાર
આ ઘટનાના આરોપી હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે વરુણ તેના મિત્રો સાથે એક હોટલમાં જમવા ગયો હતો. ત્યાં અન્ય યુવકો સાથે કાર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો.
માર માર્યાનો વિડિયો થયો વાયરલ
આરોપ છે કે કારમાં બેઠેલા યુવકોએ વરુણને ઘટનાસ્થળે જ માર માર્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસ સ્ટેશને વરુણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ ફરાર આરોપીને શોધી રહી છે. નિવૃત્ત ઇન્સ્પેક્ટરે ટીલા મોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સંબંધીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
ઘટના બાદ મૃતકના સ્નેહીજનોમાં શોકની લહેર છવાઈ છે જેના પગલે આરોપીની ધરપકડ માટે ઈન્સ્પેક્ટરના પરિવારજનો અને સંબંધીઓએ ટીલા મોર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
કેમ સર્જાયો વિવાદ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ટીલા મોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દિલ્લી પોલીસના સેવા નિવૃત સબ-ઇન્સ્પેક્ટર કુંવારપાલના પુત્ર વરુણની અજાણ્યા લોકોએ માર મારીને હત્યા કરી નાખી. પોલીસ અનુસાર વરુણ ગત રાત્રે પોતાના મિત્ર સાથે એક રેસ્ટોરેન્ટ ખાતે ગયો હતો જ્યાં તેની અમુક યુવકો સાથે કાર પાર્કિંગની નજીવી બાબતે બોલચાલ થઇ ગઈ હતી. આ બોલચાલ અંતે મારા મારીમાં સ્વારૂપી અને યુવાન વરુણનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ગુનાહખોરો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સામે વરુણના પરિવારજનો એ પોલીસની કાર્યવાહીથી અસંતોષિત હોવાથી ટીલા મોર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.