Vadodara

ફી બાકી રહેતા વિદ્યાર્થીઓને છેલ્લી બેન્ચ પર ઉભા રાખ્યા

વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે.બીજા ટર્મની ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને છેલ્લી બેન્ચીસ પર ઉભા રાખી સજા આપતા અને વિદ્યાર્થીઓ ઘરે જઈને બે કલાક સુધી રડતા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોને સાથે રાખી વાલીઓએ સ્કૂલ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં શાળા સંચાલકોની મનમાની અનેક વખત સામે આવી છે. એફઆરસીના નીતિ નિયમોને નેવે મૂકી મન ફાવે તેમ વાલીઓ પાસેથી ફી વસૂલતા હોવાના અનેક કિસ્સા બન્યા હતા.ત્યારે ઝેનીથ સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફી નહીં ભરતા ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચીસ પર ઉભા રાખી તેમને નહીં કહેવાના શબ્દો કહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.જ્યારે વિદ્યાર્થીઓ ઘરે જઈને રડતા હોવાથી આ વાત વાલીઓને ધ્યાને આવતા તેઓએ સમગ્ર મામલે હિન્દુ સંગઠનો નો સંપર્ક સાધ્યો હતો.

જેથી બજરંગ દળ અને વીએચપીના હોદ્દેદારો કાર્યકર્તાઓ વાલીઓ સાથે ઝેનીથ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને જે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે તે શિક્ષકને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ પણ કરી હતી.અત્રે મહત્વની બાબતો એ છે કે અગાઉ પણ ઝેનીથ સ્કૂલના સંચાલકો સામે ફી મામલે વિવાદ થયો હતો જેમાં એક વિદ્યાર્થીને ઉઠક બેઠક કરાવતા તે વિદ્યાર્થી ઘણા દિવસો સુધી તાવમાં સપડાયો હતો.જોકે તે વખતે પણ આ સ્કૂલના સંચાલકો સામે કોઈ કડક કાર્યવાહી નહીં થતા આજે પણ આ સ્કૂલના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આવી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

મેડમ બે ત્રણ દિવસથી કહે છે કે તમારી ફી નથી ભરી એટલે બાળકોને ત્રણ ચાર દિવસથી છેલ્લી બેન્ચીસ પર બેસાડી રહ્યા છે .આજે એમની શાળામાં અભ્યાસ કરતા છોકરાઓ પણ આ જ બોલ્યા. ફી નથી ભરી એટલે છેલ્લી બેંચીસ પર બેસાડી રહ્યા છે. શાળા તરફથી કહેવામાં આવ્યું છે આ મામલે કાર્યવાહી કરીશું -નિકિતાબેન રાજપૂત, વાલી

ના એ વસ્તુ ખોટી છે અઠવાડિયાથી એવું કશું કર્યું જ નથી અમે ખાલી કાલે એ લોકોને ઇન્ફોર્મ કર્યું હતું કે તમારી ફીસ બાકી છે પેરેન્ટ્સ ને કેજો કે ફી ભરી દે. પછી એ પાછળ જ બેસે છે એમની જગ્યા એજ છે. અમારે ત્યાં રોટેશન સિસ્ટમ છે અને બધાનો ટન બધી બેંચ ઉપર આવે છે. પનિશમેન્ટ કરતા જ નથી અને બેનચ ઉપર ઉભા પણ નથી રાખતા ખાલી છોકરાઓને ફી માટે કહીએ છીએ. મારા ક્લાસમાં એક છોકરો એવો છે કે જેની છઠ્ઠા ની અને સાતમા ધોરણની પણ બાકી છે પણ આજ દિન સુધી એને પણ અમે પનિશમેન્ટ કરી નથી ખાલી એને જાણ કરીએ કે તમારી ફી બાકી છે. -ફિરોજાબેન, શિક્ષિકા

જેનીથ સ્કૂલમાં ધો.7માં મારી છોકરી ભણે છે.ધો.સ્કૂલની સેકન્ડ ક્વોર્ટરની ફી બાકી છે એના માટે ટીચર એને ટોર્ચર કરે છે કે તમે ફી ભરી જાવ અને છેલ્લી બેન્ચિસ પર બેસાડે છે.અમે રજૂઆત કરી હતી.અમે પ્રિન્સિપાલને રજુઆત કરી છે.જેથી જે પણ શિક્ષક હશે તેની સામે એક્શન લેશે તેમ જણાવ્યું છે.પણ આવું વર્તન શાળામાં યોગ્ય નથી.છોકરાઓ ઘરે આવીને રડે છે ડિપ્રેશનમાં રહે છે એટલે મેડમ કેવા વાક્યો વાપરતા હશે કે જેનાથી છોકરું ઘરે આવીને રડે અને આખો ક્લાસ પણ બોલ્યો આ જે તો કે આ લોકોની ફી બાકી છે એટલે એમને છેલ્લા બેસાડે છે -સંગીતાબેન મરાઠે, વાલી

વાલીઓમાં તાકાત નથી શું કામ ભણવા મોકલે છે?
અહીંયા ભણતા છોકરાઓ જેમના વાલીઓનો અમારી પર ફોન આવ્યો હતો કે અમારા છોકરાઓને સ્કૂલમાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફી 15 દિવસની નથી ભરાઈ.બીજી ટર્મની ફ્રી જે ભરી નથી.તો અમારા છોકરાઓને પાછળ છેલ્લા બેન્ચ ઉપર ઉભા રાખે છે.સજા આપે છે અને એવું કહે છે કે તમે ફી નથી ભરી એટલે તમને ભણાવવામાં નહીં આવે ફિરોઝા મેડમ કરીને છે એ ક્લાસ ટીચર છે એમણે એવું કીધું છે અને છોકરાઓને પૂછવામાં આવે છે કે તમારા વાલીઓ શું કરે છે અને વાલીઓમાં તાકાત નથી તો પછી આ સ્કૂલમાં ભણાવવા માટે કેમ મોકલે છે આવી રીતે ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ છોકરાઓ જ્યારે ઘરે આવે છે તો બે બે ત્રણ ત્રણ કલાક સુધી રડી રહ્યા છે છોકરાઓએ કંઈ ઊંધું પગલું ભરી લીધું તો એનો જવાબદાર કોણ રહેશે.-પ્રતાપ સુભાષરાવ મોહિતે, સહ,સંયોજક બજરંગ દળ

Most Popular

To Top