SURAT

સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતર્યા, સ્કોલરશીપના મામલે આખા રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થી સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરી હતી.

શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા S.T કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે. LLBના વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે. તો આ એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે છે. આ માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

સાથે આ વિરોધ પ્રદર્શન માં પરિપત્રની હોળી પ્રગટાવામાં આવશે અને હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા યુનિવર્સિટી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધૂન બાદ યુનિવર્સિટીના ગેટથી અંદર જતાં વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતાં. હોળી કરવાનો પ્રયાસ પરિપત્રનો કરાતા પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top