National

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર રાઇડ કરાવાશે

ભોપાલ: ભારતમાં (India) બોર્ડની પરીક્ષા થઇ ચુકી છે. હવે બોર્ડની પરીક્ષાના (Board Exams) પરિણામો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. આવા સમયે વિદ્યાર્થીઓમાં (students) પરિણામને લઇને તણાવ સર્જાય તે સ્વાભાવિક છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ સરકારે (Goverment) એક મોટી જાહેરાત કરી છે. તે પ્રમાણે ધો. 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ટોપ કરશે તેને હેલિકોપ્ટર રાઇડ કરાવવમાં આવશે. આ જાહેરાત છત્તીસગઢના (Chhattisgarh) મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (CM Bhupesh Baghel) ગુરુવારે કરી હતી. તેમણે ટ્વીટરના (Twitter) માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા છે. તેથી હવે છત્તીસગઢમાં ધો. 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીને હેલિકોપ્ટર રાઇડ કરવાની તક મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આનાથી અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થશે અને તેમના સપના સાકાર થશે. 10મા-12મા ધોરણના રાજ્ય અને જિલ્લાના ટોપર્સને મુખ્યમંત્રીની ટોપર્સ ચોપર રાઈડ લઈ અનોખી પ્રેરણા મળશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જો વિદ્યાર્થીઓને કંઇક અનોખી પ્રેરણા મળશે, કંઇક અનોખું પુરસ્કાર મળશે તો સફળતા મેળવવાની પ્રેરણાનું સ્તર વધુ વધશે. છત્તીસગઢ બોર્ડની 10માની પરીક્ષા 03 માર્ચથી 23 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે 12માની બોર્ડની પરીક્ષા 02 માર્ચથી 30 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં બોર્ડ ધો.10 અને 12નું પરિણામ મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આવી શકે છે. આ વખતે બોર્ડની તમામ ઉત્તરવહીના ચેકિંગને લઇને સખત નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કારણકે ગયા વર્ષે કોરોનાને કારણે બોર્ડની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે 12મા ધોરણમાં કુલ 2,93,685 વિદ્યાર્થીઓ તથા 10મા ધોરણમાં 3,80,027 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે છત્તીસગઢમાં બોર્ડની પરીક્ષામાં ટોપ કરનાર ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર રાઇડ કરાવવમાં આવશે.

Most Popular

To Top