World

જ્યાંથી 30 વર્ષ પહેલાં કાઢી મુકાયા હતા તે કાશ્મીરમાં હવે કાશ્મીરી પંડિતોને મળશે આ અધિકાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)માં વિધાનસભા(Assembly) મતવિસ્તારોના સીમાંકન (demarcation)ની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે સાત વિધાનસભા બેઠકો(Seats)નો વધારો(Increase) થશે. આ બેઠકોમાં 6 બેઠકો જમ્મુમાં જ્યારે 1 બેઠક કાશ્મીરમાં વધારવામાં આવશે. જેથી હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યા 83 થી વધીને 90 થઈ જશે. જસ્ટિસ (આર.) રંજના દેસાઈની અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીર પરના ત્રણ સભ્યોના સીમાંકન પંચે ગુરુવારે આ અહેવાલ પર હસ્તાક્ષર કર્યા છે. સીમાંકન પંચનો કાર્યકાળ શુક્રવારે એટલે કે 6 મેના રોજ પૂરો થઈ રહ્યો હતો.

કાશ્મીરી પંડિતો માટે 2 બેઠકો અનામત રખાશે
હાલમાં જમ્મુ ક્ષેત્રમાં 37 વિધાનસભા બેઠકો છે જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં 46 વિધાનસભા બેઠકો આવે છે. આ ઠરાવના અમલ પછી, જમ્મુમાં વિધાનસભા બેઠકોની સંખ્યા (37+6) 43 થશે, જ્યારે કાશ્મીર વિભાગમાં (46+1) બેઠકોની સંખ્યા 47 થશે. આ સીમાંકન લાગુ થયા બાદ જમ્મુનું રાજકીય મહત્વ વધશે. કાશ્મીરી પંડિતો માટે 2 બેઠકો આરક્ષિત સીમાંકન પંચના અહેવાલ મુજબ કાશ્મીરી પંડિતો માટે 2 બેઠકો અનામત રાખવામાં આવી છે. સીમાંકન પંચના રિપોર્ટમાં આ માટે કાશ્મીરી માઈગ્રન્ટ્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સૂચિત ચિત્ર
કુલ બેઠકો: 90
કાશ્મીર વિભાગ: 47
જમ્મુ વિભાગ: 43
SC: 07
અનુસૂચિત જનજાતિ: 09

PoKમાં બેઠકો ખાલી રાખવામાં આવી
9 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે તેમાંથી 6 જમ્મુ ક્ષેત્રમાં છે જ્યારે 3 કાશ્મીર વિભાગમાં છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માટે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે. આ બેઠકો અગાઉ પણ ખાલી રાખવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ નિર્ણયથી વિધાનસભામાં કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ વધશે.

સીમાંકન શું છે?
મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયાને સીમાંકન કહેવામાં આવે છે. સીમાંકનનો મુખ્ય આધાર વસ્તી છે. પરંતુ બેઠક નક્કી કરતા પહેલા વિસ્તાર, ભૌગોલિક પરિસ્થિતિ, સંદેશાવ્યવહારની સગવડતાનો પણ મુખ્ય વિચાર કરવામાં આવે છે. પહાડી અને બર્ફીલા વિસ્તારને કારણે જમ્મુ-કાશ્મીરમાં હિલચાલ મુશ્કેલ છે, તેથી લોકોને આવા વિસ્તારોમાં રાખવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી તેમનું સરકારી કામ સરળ બને અને તેમને મતદાન કરવાની પણ સુવિધા મળે. અગાઉ 1995માં જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થયું હતું. પરંતુ ત્યારે રાજ્યનો રાજકીય નકશો અલગ હતો. ત્યારે લદ્દાખ પણ જમ્મુ અને કાશ્મીર સાથે હતું, પરંતુ 2019માં કલમ 370 હટાવવાની સાથે કેન્દ્રએ લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા આપી છે.

ઓક્ટોબરમાં થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે સીમાંકનની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી છથી આઠ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમાં કોઈ શંકા નથી. એવું માનવામાં આવે છે કે અમરનાથ યાત્રા પછી વિધાનસભાની ચૂંટણી યોજવી વધુ અનુકૂળ માનવામાં આવે છે કારણ કે યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય દળો રાજ્યમાં હાજર રહેશે. ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કોઈ વધારાની ઝુંબેશ રાખવામાં આવશે નહીં.

Most Popular

To Top