Sports

ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટ હારી ગયેલી ટીમ ઈન્ડિયા પર કડકાઈ: ટીમ દિવાળીમાં પણ ટ્રેનિંગ કરશે

ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ દિવાળી પર પણ ટ્રેનિંગ કરવી પડશે. ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ છે. ત્રીજી ટેસ્ટ મુંબઈમાં યોજાવાની છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કિવિઓએ 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે તમામ ખેલાડીઓ 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી મુંબઈ ટેસ્ટની તૈયારી કરશે. ભારતીય ટીમ મેનેજમેન્ટે વૈકલ્પિક તાલીમ સત્રો નહીં યોજવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ અનુસાર ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા 30 અને 31 ઓક્ટોબરે મુંબઈમાં પ્રેક્ટિસ કરશે. તમામ ખેલાડીઓએ આ સત્રમાં હાજરી આપવી પડશે. રોહિત, કોહલી અને બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ દિવાળી દરમિયાન આરામ નહીં મળે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ભારતીય ટીમ માટે મુંબઈ ટેસ્ટ મહત્વપૂર્ણ છે. સતત 2 મેચ હાર્યા બાદ ભારતે હવે આગામી 6માંથી 4 ટેસ્ટ જીતવી પડશે. 5 મેચ ઓસ્ટ્રેલિયામાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ જીતવી પડશે. જો ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે ક્લીન સ્વીપ કરવામાં સફળ થાય છે તો તેનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે.

ભારતીય ટીમ શ્રેણીમાં 0-2થી પાછળ છે
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની શ્રેણીમાં 0-2થી પાછળ છે. ટીમ પ્રથમ 2 ટેસ્ટ મેચમાં કિવીઓ દ્વારા પરાજય પામી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું.

Most Popular

To Top