વડોદરા: શહેરમાં કે જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત CCTV કેમેરા લગાવવાના જ રહેશે. તેમજ આ સીસીટીવીના ફૂટેજ પણ 30 દિવસ સાચવવા જ પડશે તેવું જણાવ્યું હતું. અને જાહેર સલામતી સમિતિ દ્વારા રજૂઆત કરી હતી કે છ મહિનાની અંદર જે સંસ્થાનોને ગોઠવવા પડશે. પહેલા તો મહાનગર પાલિકાએ વિસ્તારમાં આ નિયમ અમલી રહેશે જેનો એક ઓગસ્ત, ૨૦૨૨ સુધી અમલ કરવામાં આવશે.
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દરેક શહેરના ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિક્સિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
જયારે કોઈ પણ બનાવ સંદર્ભે PSI કે તેથી ઉપરના અધિકારી CCTV માંગની કરી શકે છે. આ અિધનિયમ અનુસાર એકજ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન 1 હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ CCTVલગાડવાના રહેશે. એટલું જ નહી, 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માંગી શકશે.
આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. વધુમાં નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિ રચવામાં આવશે. તદ્દઅનુસાર, મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતિના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઈ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિએશનના 3 કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.