દિલ્હી (Delhi) હાઈકોર્ટે (High Court) આજે એક અરજીની સુનાવણી કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અંગે તેમની ઉત્પાદન ક્ષમતા જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કોવિડની રસી (Vaccine) બહાર મોકલવા અંગે પણ કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, કોવિડ -19 રસી પહેલા દેશના લોકોને આપવી જોઈએ. દેશનાં લોકો માટે રસી નથી અને અન્ય દેશોમાં રસી દાન કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે કોવિડની રસી બહાર મોકલવા બાબતે સખત ટિપ્પણી કરી છે.
હાઈ કોર્ટે કેન્દ્રને હાલમાં કોવિડ 19 રસીકરણ માટેના વ્યક્તિઓની કેટેગરી ઉપર સખત નિયંત્રણ રાખવા અંગેના તર્ક વિશે પણ કહ્યું છે. એટલું જ નહીં, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને કોર્ટ પરિસરમાં તબીબી કેન્દ્રોનું નિરીક્ષણ કરવા અને ત્યાં કોવિડ -19 રસીકરણ કેન્દ્રો સ્થાપવાની સંભાવના છે કે નહીં તે પણ કહેવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર રસીકરણ માટે લાભાર્થીયોનું જે વર્ગીકરણ કરાયું છે તેની પાછળનું કારણ પણ સમજાવે. કેન્દ્ર સરકારે તબક્કાવાર રસીકરણને મંજૂરી આપી છે. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં તબીબી કામદારો અને એડવાન્સ ફ્રન્ટ કર્મચારીઓની રસીકરણ કરવામાં આવ્યું છે. હવે, બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સિવાય 45 થી 60 વર્ષની વય જૂથમાં રસી આપવામાં આવી રહી છે, જેમને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી છે.
જસ્ટીસ વિપિન સંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે બંને સંસ્થાઓ ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક’ વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેઓ આનો સંપૂર્ણ લાભ લેતા હોય તેવું લાગતું નથી. ખંડપીઠે કહ્યું, “આપણે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા નથી.” આપણે કાં તો તે અન્ય દેશોને દાનમાં આપી રહ્યા છીએ અથવા તેમનું વેચાણ કરી રહ્યા છીએ અને આપણાં લોકોને રસી આપી રહ્યા નથી. તેથી, આ મામલે જવાબદારી અને તાકીદની ભાવના હોવી જોઈએ. ‘
કોર્ટે દિલ્હી સરકારને કોર્ટ પરિસરમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરવા અને આ સુવિધાઓમાં કોવિડ -19 રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરી શકાય છે કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું હતું. કોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને ન્યાયાધીશ, કોર્ટના કર્મચારીઓ અને વકીલો સહિતનાને એડવાન્સ ફ્રન્ટના કર્મચારીઓ તરીકે વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી હતી.