Gujarat

1000 કરોડના બોગસ બિલીંગ કૌભાંડમાં અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે કડક પગલા લેવાશે

રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. કોરોના કાળમાં પણ 1 હજાર કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કરીને તે તમામ વ્યાપારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.

પટેલેલ કહ્યું હતું કે, ૪૦ વર્ષ જૂના બિલ્ડિંગનું આજે નવિનિકરણ થઇ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મકાન મળ્યું છે. જી.એસ.ટી. સેવાઓને દેશભરમાં 4 વર્ષ પૂરા થયા છે ત્યારે કરવેરા ભવનનું સુદ્રઢીકરણ કરી તેને ડિજીટલ કનેક્ટિવિટી સાથે અન્ય માળખાગત સુવિધાઓથી સજ્જ કરવું સમયની માંગ હતી.

તેમણે કહ્યું હતું કે રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં જી.એસ.ટી. અને વેટ થી થતી આવકની અહમ ભૂમિકા છે. કોરોના કાળના શરૂઆતના સમયમાં લોકડાઉનની પરિસ્થિતિઓમાં રાજ્ય પરિવહન ઠપ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલના વેટ ટેક્સમાંથી થતી આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આ વર્ષે પૂર્વવત બન્યો છે. કોરોનાકાળ વચ્ચે પણ 1 લાખ 60 હજાર જેટલા નવા વેપારીઓએ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Most Popular

To Top