હાલમાં જ દિલ્હી એન.સી.આરમાંથી 8 સપ્તાહ માં તમામ રખડતા કૂતરાઓ ખસેડી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે એ કર્યો. આ સમાચાર વાંચી પહેલો વિચાર એ આવ્યો કે પૂરા ભારતમાંથી રખડતા કૂતરાઓ માટે આ હુકમ કેમ ન થયો? ગુજરાતમિત્રનાં પાને પર આ વિચારને ટેકો આપતા સમાચાર એ પ્રસિદ્ધ થયા કે ‘સુરતમાંથી પણ રખડતા કૂતરાઓ દૂર કરવા જોઈએ’ ગુજરાતમિત્ર હર હંમેશ સુરતનાં નાગરિકોની સમસ્યાને તાત્કાલિક વાચા આપે છે અને પ્રશાસનને જગાડી તે દિશા તરફનું ધ્યાન દોરે છે. રખડતા કૂતરાઓ માટે અભ્યારણ્ય બનાવી તેમાં કૂતરાઓનું ખસીકરણ કરી ભેગા કરવા જોઈએ. જેથી સમય જતાં આ એક સમયનું જંગલી પ્રાણી ડાયનાસોર ન બની જાય. કૂતરા પ્રેમી વ્યક્તિ અને સમાજ સુરત મહાનગરપાલિકાને આ દિશામાં સ્વતંત્ર રીતે કામ કરવા દેશે એવી શહેરીજનો તરફથી અપેક્ષા.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.