વિરપુર: વિરપુરમાં ઠેર ઠેર જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેના કારણે નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે પશુઓના ઝુંડને કારણે ધણીવાર માર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વિરપુરમા દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધવા પામ્યો છે વિરપુર બસ સ્ટેન્ડ સામેના મુખ્ય માર્ગ સી એમ દેસાઈ હાઈસ્કૂલ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, લીમડા ભાગોળ સહિતના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર દિનરાત રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. તો વળી આ પશુઓનું ટોળું ક્યારેય રોડની વચ્ચે અડીંગો જમાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
અમુક વખતે તો આ પશુઓ રોડ વચ્ચેથી ખસતા નહોવાને કારણે પુરા વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થઈ જાય છે નગરમાં આવેલા જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ,જનતા સીનેમા વિગેરે સ્થળો પર વધારે પ્રમાણમા રખડતા પશુઓના ઝુંડેઝુંડ જોવા મળે છે. જેના કારણે રાહદારીઓ અને આવા જાહેર સ્થળોએ આવન-જાવન કરી રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. તેમાં મોટેભાગે સિનિયર સિટીઝનનોને આ પશુઓનો ડર સતાવતો હોય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રખડતા પશુઓ પર લગામ લગાવી ડબ્બામાં બંધ કરે તો આવનારા દિવસોમાં પશુઓ થકી અકસ્માતોમાં આશકીત ધટાડો જોવા મળશે.