Vadodara

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ: મુખ્ય માર્ગોઉપર હજુ પણ ઢોરની ફૂટ માર્ચ યથાવત

વડોદરા: શહેરને રખડતા ઢોરથી મુક્ત કરાવવા માટેના વાયદાઓ માત્ર વાયદાઓ જ બની રહ્યા છે. છેલ્લાં 15 જ દિવસમાં શહેરમાં રખડતા ઢોર નહિ દેખાય એવી ગુલબાંગો ફેંકનાર શહેરની આ સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પણ રાજી નથી ત્યારે આજે રવિવારે ધોમધખતા તાપમાં શહેરના મુખ્ય માર્ગ ઉપર પશુઓને ફુટમાર્ચ કરી હતી. રખડતા ઢોરના કારણે શહેરમાં અનેક લોકો ભોગ બન્યા છે અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

પશુની અડફેટે કોઈ રાહદારી કે વાહનચાલકને ઈજાઓ પહોંચવાની ઘટના બને ત્યારે એક બે દિવસ તંત્ર એલર્ટ મોડમાં આવી જાય છે અને પશુઓને પકડવાની કામગીરી પુરજોશમાં કરવા માંડે છે. પરંતુ જેવી આ ઘટનાઓ બંધ થઇ જાય તેવા પાછા જૈસે થે. ત્યારે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ઢોર રસ્તે રઝળતા નજરે પડે છે. આજે રવિવારે પણ બપોરના સમયે માર્ગ ઉપર એકલ દોકલ વાહનો જોવા મળતા હતા તેવામાં પશુઓએ માર્ગ ઉપર જાણે ફૂટ માર્ચ યોજી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Most Popular

To Top