જાણકારી મુજબ ભારતના પ્રધાનમંત્રી મોદીજીની એક એક જાહેરસભા અને ચુનાવી રેલી અર્થાત રોડ શોનો ખર્ચ અંદાજે 50 50 કરોડ રૂપિયા થાય છે. મોદીજીએ 2014 પછી અંદાજે 1200 રેલીઓ અને સભાનો સંબોધી છે જેનો કુલ ખર્ચ 60 હજાર કરોડ અંદાજાય છે. શું આ જંગી ખર્ચ જરૂરી છે. કોણ કરે છે આ ખર્ચ. શા માટે કરે છે? ચૂંટણીમાં ઉમેદવારો પાસે તો ડીસ્પોઝલ ગ્લાસથી લઇને ચાના કપના રૂ. નોયે હિસાબ માંગે છે. તો આ જંગી ખર્ચનો હિસાબ કેમ નહી અને આ જંગી ખર્ચ એ માટે છે. જ્યાં PM ચૂંટણી લડતા જ નથી. બીજાના પ્રચાર માટે કરે છે. આ બેફામ જંગી ખર્ચ બચે તો પ્રજા માટે યા રાષ્ટ્ર માટે વાપરી શકાય આવો બેફામ ખર્ચ નિવારવો અતિ આવશ્યક છે.
જો આ 60 હજાર કરોડ બચતે તો દેશના હવાઇ દળ માટે 100 જેટલા ગ્રિપેન-2 ફાઇટર વિમાનો ખરીદી શકાતે, અથવા ભારતીય નેવી માટે 3 વિમાન વાહક યુધ્ધ જહાજ બનાવી શકાય યા 5થી 6 વિનાશક સબમરિનો તૈયાર કરી શકાય. આ રૂા. જો પ્રજા માટે વપરાયતો તૈયાર કરી શકાય. આ રૂ. જો પ્રજા માટે વપરાયતો દેશમા 200થી વધુ 100/100 બેડની ફૂલ-ફલેજ હોસ્પિટલો બનાવી પ્રજાને મફત સારવાર આપી શકાય. અથવા પછાત ગ્રામ્ય વિસ્તારોમાં 500 પ્રાથમિક શાળાઅદ ઊભી કરી શકાય કોઇ સમજદાર નેતા આવા બેફામ ઉડાવ ખર્ચા ન કરે જો પોતાની પાર્ટીને જીતાડવી હોય તો જે તે વિસ્તારના લોકોને ટીવીના જાહેર માધ્યમ દ્વ ારા ચુનાવ દરમ્યાન અડધો કલાક પોતાની ઉપલબ્ધિઓ સમજાવી જાહેર અપીલ કરી પ્રજા માટે વોટ માંગે એ પ્રથા હોવી જોઇએ.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
“સમાન સિવિલ કોડ સિક્કાની બે બાજુ’’
આગામી સંસદ ના ચોમાસુ ક્ષત્ર મા સમાન સિવિલ કોડ ધારો લાવવામાં આવી રહ્યો છે તે સારી બાબત છે પરંતુ એક બાબત ખાસ ધ્યાને લેવાની રહે કે દેશમાં વિવિધ ભાષા બોલાઈ છે. દરેક ધર્મ, સંપ્રદાય,જ્ઞાતિ ના તેમજ આદિવાસી દલિત, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કોમના અલગ રીત રિવાજો છે આ બધાને નજર અંદાજ કરીને સમાન સિવિલ કોડ ઘડવામાં આવેલો હશે એવુ અનુમાન કરી શકાય સમાન સિવિલ કોડ અમલમાં આવે પછી કોઈપણ જાતના ભેદભાવ ન રહેવા જોઈએ બધા જ ધર્મ, સંપ્રદાય કોમ માટે એક જ નિયમ અમલમાં મુકવો પડે તેના કેટલાક ભય સ્થાનો પણ છે તેમ છતાં લોકોના હિતમાં સમાન સિવિલ ધારો ઘડવામાં આવે તો તે સારુ જ કહેવાય.
હાલમાં દરેક ક્ષેત્રમાં અસમાનતા પ્રવૃતે છે તે આ કાયદો લાગુ કરવાથી દૂર થશે?. આમ પણ લોકશાહીમાં બધા જ સરખા છતાં માનવી માનવી વચ્ચે ભેદભાવ પ્રવૃતે છે એટલે બધા પાસા નો વિચાર કરીને કાયદો અમલમાં લાવવામાં આવશે એમ હાલ તુરત માની શકાય. આખરે તો સમાન સિવિલ કોડ દેશના હિતમાં હશે એમ માની લઈએ તો ખોટું નથી તેમ છતાં આ કાયદો સિક્કાની બે બાજુ જેવો છે, તે પણ જોવું રહ્યું આ બાબતે “સમકિત શાહ લિખિત ટુ ઘી પોઇન્ટ”મા વિગતે છનાવટ કરી છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.