જમ્મુ-કાશ્મીર: જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) નાં પુંછ (poonch) જિલ્લાના બૈંચ ગામમાં રાત્રે અજાણ્યા લોકોએ હિંદુ (Hindu) ઓના ઘરો પર પથ્થરમારો (throw stones) કર્યો હતો. જેના કારણે ઘરોના કાચ તુટી ગયા છે અને લોકોમાં ભયનો માહોલ છે. બૈંચ ગામમાં હિંદુઓના લગભગ 35 ઘરો છે, જ્યારે બાકીની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. આ ઘટનાની બંને સમાજના લોકો દ્વારા નિંદા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે કેટલાક તોફાની તત્વો ગામમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લોકોએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી
પુંછ જિલ્લા મુખ્યાલય પાસે આવેલા બૈંચ ગામમાં રવિવારની રાત્રે અજાણ્યા લોકોએ હિંદુઓના ઘરોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક ઘરોના કાચ તૂટી ગયા છે અને દિવાલો પર પથ્થરના નિશાન પણ જોવા મળ્યા છે. જેના કારણે વિસ્તારના લઘુમતીઓમાં ભયનો માહોલ છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ પૂંછ પોલીસ સ્ટેશનના એસએચઓ રણજીત સિંહ રાવ પોલીસ ટીમ સાથે સોમવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પીડિત પરિવાર સાથે વાત કરી અને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. દરમિયાન શહેરમાંથી લઘુમતી સંગઠનોના હોદ્દેદારો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ પીડિત પરિવારને મળ્યા અને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિસ્તારના બહુમતી સમુદાયના લોકોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાથી ગભરાઈ ગયેલા લોકોએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે. લોકોને ડર છે કે રાજૌરી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.
અગાઉ રાજૌરીમાં થઈ હતી આવી ઘટના
હકીકતમાં ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવતા ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં કુલ 7 લોકોના મોત થયા છે. હુમલા બાદ સુરક્ષા દળો ફુલ એલર્ટ મોડમાં આવી ગયા છે અને આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આગલા દિવસે, ભારતીય સેનાના એક યુનિટ વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બાલાકોટમાં સરહદ પર તૈનાત સતર્ક સૈનિકોએ 2 આતંકવાદીઓને શોધીને ઠાર કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.
બાલાકોટમાં ડાંગરી આતંકી હુમલામાં સામેલ બે આતંકવાદીઓ માર્યા ગયા
રાજૌરીના ડાંગરી ગામમાં આતંકવાદી હુમલામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આતંકવાદીઓએ વિસ્તારના ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને તેમના ઘરો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓને પકડવાની તપાસમાં જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. આશરે દોઢ ડઝન શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.