National

તેલંગાણામાં બીઆરએસ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે થયો પથ્થરમારો, જાણો સમગ્ર ઘટના

નવી દિલ્હી: તેલંગાણામાં (Telangana) વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) નજીક આવી રહી છે ત્યારે ઉમ્મેદ્વારો અને તેમના કાર્યકરો વચ્ચે ચૂંટણીનું ઘર્ષણ વધી રહ્યુ છે. જેનું ઉદાહરણ હાલ ઇબ્રાહિમપટ્ટનમમાં જોવા મળી રહ્યું છે. અહીં બીઆરએસ (BRS) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે આશ્ચર્યજનક સ્થિતી સર્જાયી હતી. પોતાની પાર્ટીના પ્રચાર દરમિયાન એક રેલીમાં બંને પક્ષો સામસામે આવતા બંને પક્ષો દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

  • તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • 3 ડિસેમ્બરે પરિણામો થશે જાહેર
  • રંગારેડ્ડી જિલ્લામાં BRS અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો
  • બંને પક્ષના નેતાઓ ઈજાગ્રસ્ત

મળેલી માહીતી મુજબ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં BRS અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા ઉપર પથ્થરમારો કરતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયુ હતુ. જણાવી દઇયે કે તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. દરમિયાન તમામ રાજકીય ઉમ્મેદ્વારો પોતપોતાના પક્ષ માટે ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આ ઘટના બનવી ખૂબ જ આશ્ચર્યજનક છે.

બંને પક્ષોએ એક જ સમયે રેલી કાઢી હતી
રંગારેડ્ડી જિલ્લાના ઈબ્રાહિમપટ્ટનમ મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી અને BRS પાર્ટીઓએ મોટી રેલીઓ એક જ સમયે કાઢી હતી. ત્યારે કોંગ્રેસના ઉમ્મેદ્વાર મલરેડ્ડી પોતાના મતવિસ્તારમાંથી ઉમ્મેદ્વારી નોંધાવવા જઈ રહ્યા હતા અને બીજી બાજુ બીઆરએસ પાર્ટીના ઉમ્મેદ્વાર મંચીરેડ્ડી કિશન રેડ્ડી તેમની વિશાળ રેલી સાથે આવી રહ્યા હતા.

બંને પાર્ટીઓ એક વળાંક પર મળ્યા અને બંને પક્ષના કાર્યકરોએ પથ્થરમારો શરૂ કરી દીધો. બંને પક્ષના કાર્યકરો અહીં જ અટક્યા ન હતાં. થોડા સમયના પથ્થરમારા બાદ તેઓએ પોતપોતાના પક્ષના ઝંડા પણ એકબીજા ઉપર ફેંક્યા. આ પથ્થરમારામાં બંને પક્ષોના ઘણા નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

બંને પક્ષના નેતાઓને ઈજા થઈ હતી
આ ઘટનામાં ઈબ્રાહિમપટ્ટનમ મત વિસ્તારના કોંગ્રેસના ઉમ્મેદ્વાર મલરેડ્ડી રંગારેડ્ડી અને બીઆરએસના ઉમ્મેદ્વાર મંચીરેડ્ડી કિશન રેડ્ડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બંન્નેને સામાન્ય ઈજાઓ થઈ છે. સાથે જ પોલીસે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ ચૂંટણી નજીક આવતા આમ પોતાનો આપો ગુમાવી વિપક્ષ ઉપર પથ્થરમારો કરવોએ ઘણી આશ્ચર્યજનક બાબત છે.

Most Popular

To Top