Business

શેરબજાર ધરાશાયી: સેન્સેક્સ 860 પોઈન્ટ નીચે, રિલાયન્સના શેર પણ તૂટ્યા

મુંબઈ: ભારતીય શેરબજારો (Indian Stock Market) આજે મોટો કડાકો સાથે ખુલ્યું હતું અને કારોબાર ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રિલાયન્સની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM) પણ બજારને ઉંચું લાવી શકી કે ન હતી ન તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને પણ ઉંચું લાવી શકી હતી. BSE પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 0.7 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી 17,350 ની નીચે પહોંચ્યો હતો. ટેક મહિન્દ્રા 5% ઘટ્યો જ્યારે ઇન્ફોસિસ 4% ઘટ્યો હતો.

નબળા વૈશ્વિક બજારો અને IT શેરોમાં તીવ્ર ઘટાડા સાથે સોમવારે બેન્ચમાર્ક સૂચકાંકો 1 ટકાથી વધુ ઘટ્યા હતા. BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 861.25 પોઈન્ટ અથવા 1.46 ટકા ઘટીને 57,972.62 પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે 1,466.4 પોઈન્ટ અથવા 2.49 ટકા ઘટીને 57,367.47 પર પહોંચ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 246 પોઈન્ટ અથવા 1.4 ટકા ઘટીને 17,312.90 પર આવી ગયો હતો.

વૈશ્વિક બજારમાં (Global market) જોવા મળેલા મોટા કડાકાના પગલે સપ્તાહના પહેલા જ દિવલે માર્કેટ કડાકા સાથે જોવા મળ્યું હતું અને માર્કેટ એજ પરિસ્થિતિમાં બંધ પણ થયું હતું. સેન્સેક્સ (Sensex) આજે બજાર ખુલતાની સાથે જ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો. 

સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.69 ટકા ઘટી 1023 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ઈન્ફોસિસ 4.49 ટકા ઘટી 1453.55 પર કારોબાર કરી રહ્યો છે, જોકે બ્રિટાનિયા 0.32 ટકા વધી 3662.00 પર કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો
શુક્રવારે ફેડરલ રિઝર્વ તરફથી સંકેત મળ્યા બાદ અમેરિકી બજારો ચારેય સુસ્ત હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 3.03 ટકાના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. તે જ સમયે, ટેક-કેન્દ્રિત ઇન્ડેક્સ Nasdaq Composite 3.94 ટકા અને S&P 500 (S&P 500) 3.37 ટકા ડાઉન હતો. આજે સોમવારના કારોબારમાં એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી 2.71 ટકાના મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, હોંગકોંગના હેંગસેંગમાં 0.78 ટકા અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.14 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

પ્રી-ઓપન સેશનથી જંગી ઘટાડો
પ્રી-ઓપન સેશનથી જ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટ ઘટીને 57,300 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઘટાડા સાથે 17,150 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, સિંગાપોરમાં SGX નિફ્ટીનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સવારે 9 વાગ્યે 346 પોઈન્ટ ઘટીને 17,313 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સંકેત આપી રહ્યું હતું કે સ્થાનિક બજાર આજે ભારે ઘટાડા સાથે વેપાર શરૂ કરી શકે છે. સવારે 09:25 વાગ્યે સેન્સેક્સ લગભગ 1150 પોઈન્ટના ઘટાડા સાથે 57,700 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી લગભગ 350 પોઈન્ટ ઘટીને 17,200 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

છેલ્લા સપ્તાહથી બજાર દબાણ હેઠળ છે
આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 59.15 પોઈન્ટ (0.10 ટકા)ના મામૂલી વધારા સાથે 58,833.87 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 36.45 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 17,558.90 પર બંધ રહ્યો હતો. ગત સપ્તાહ પણ સ્થાનિક બજાર માટે સારું રહ્યું ન હતું. ગુરુવારે સેન્સેક્સ 310.71 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 58,774.72 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 82.50 પોઈન્ટ (0.47 ટકા)ના ઘટાડા સાથે 17,522.45 પર આવી ગયો હતો. પાછલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 812 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

Most Popular

To Top