દિલ્હી: (Delhi) આજે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર એ ભારતીય શેરબજાર (stock market) માટે સારો રહ્યો નથી. દિવસભર BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી (Nifty) એ લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો. BSE સેન્સેક્સ દિવસના ટ્રેડિંગ અંતે 1170 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો જ્યારે NSE નિફ્ટી 348 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. જેથી સેન્સેક્સ-નિફ્ટી બંને આજે લીલા નિશાન પર પહોંચી શક્યા ન હતા. ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ (sensex) 1170 અંક ઘટીને 58465 પર બંધ રહ્યો હતો.
આજે સેન્સેકસ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો અને તેમાં ટ્રેડિંગના અંત સુધી સતત ઘટાડો થયો હતો. આજે સેન્સેકસ 1333.88 પોઈન્ટ અથવા 2.24 ટકા ઘટીને 58,302.13 ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ થોડો સુધર્યો હતો અને ફરીથી 1170 પોઈન્ટ ઘટીને 58,465.89 પર બંધ થયો હતો.
આજનો દિવસ NSE ના નિફ્ટી માટે પણ ખરાબ રહ્યો હતો અને નબળી શરૂઆત પછી નિફ્ટી પણ રિકવર થઈ શક્યો ન હતો. બજારની શરૂઆતમાં નિફ્ટી 87.35 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 17,677.45 પર ખુલ્યો હતો. તે પછી જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં ઘટાડો થતો ગયો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 392.45 પોઈન્ટ અથવા 2.41 ટકા ઘટીને 17372.35ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારના અંતે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે 17,416 પર બંધ થયો હતો.
આજે સોમવારે માર્કેટ ખૂલ્યું એ પહેલાના છેલ્લા ટ્રેડિંગ દિવસ ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ભારતના સ્થાનિક શેરબજારની સાથે એશિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 372.32 પોઈન્ટ ઘટીને 59,636.01 પર અને નિફ્ટી 133.85 પોઈન્ટ ઘટીને 17,764.80 પર બંધ થયો હતો. જે બાદ ફરીથી આજે અઠવાડિયાની શરૂઆતના પહેલા જ દિવસે માર્કેટમાં અનેક લોકોના રૂપિયા ધોવાયા હતા.
- સેન્સેક્સ -1170.12 58465.89
- નિફ્ટી -100.55 17898.65
- બેન્ક નિફ્ટી -847.45 37128.80
- નિફ્ટી
- ટોપ ગેઇનર્સ
- કંપનીનું નામ ટકાવારી ભાવ
- ભારતી એરટેલ 3.88 742.10
- એશિયન પેઇન્ટસ 1.07 3261.25
- જેએસડબલ્યુ સ્ટીલ 0.99 657.00
- પાવરગ્રીડ 0.88 195.20
- હિન્દાલ્કો 0.42 442.15
- ટોપ લુસર્સ
- કંપનીનું નામ ટકાવારી ભાવ
- બજાજ ફાઇનાન્સ 5.70 7058.30
- ઓએનજીસી 5.02 146.55
- બજાજ ફિનસર્વ 4.73 17073.75
- તાતા મોટર્સ 4.63 486.10
- રિલાયન્સ 4.43 2363.75
- સેન્સેક્સ
- ટોપ ગેઇનર્સ
- કંપનીનું નામ ટકાવારી ભાવ
- ભારતી એરટેલ 3.70 740.65
- એશિયન પેઇન્ટસ 1.08 3261.25
- પાવરગ્રીડ 0.60 193.50
- ઇન્ડસઇન્ડ બેન્ક 0.15 1009.55
- ટોપ લુસર્સ
- કંપનીનું નામ ટકાવારી ભાવ
- બજાજ ફાઇનાન્સ 5.48 7081.40
- બજાજ ફિનસર્વ 4.82 17048.95
- રિલાયન્સ 4.36 2365.00
- એનટીપીસી 3.99 129.85
- એસબીઆઇ 3.36 487.00