વડોદરા: સ્ટર્લિંગ હોસ્પિટલના સંત્તાવાળાઓએ કોરોના કાળામાં કાયદાને ઘોળીને કરોડો રૂપિયાની ચલાવેલી ઉઘાટી લૂંટનો પર્દાફાશ ખુદ હોસ્પિલટલમાં ફરજ બજાવી ચૂકેલા તીબે જ કર્યોહોય છતાં ક્રાઇમબ્રાન્ચ ગુનો દાખલ કરવાને બદલે મંદરગતિએ તપાસ ચલાવતા પોલીસતંત્રની કામગીરી સામે શહેરમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરના પલ્મોનોલોજિલ્સ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિસ્ટની આગવી નામના ધરાવનાર ડો. સોનિયા દલાલે ખુલ્લે સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓના કાળા કરતૂતનો ભાંડો ફોડી નાખ્યો હતો. સરકારી તંત્રની ગાઇડ લાઇનના લીરેલીરા ઉડાડી સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાવાળાઓએ કાયદાની સદંતર અવગણના કરી હતી અને ઉઘાડેછોગ 20 કરોડની લૂંટ ચલાવી હોવાનું જાહેર કર્યું હતું. બે માસ પૂર્વે ડોક્ટર સોનિયાએ તમામ પુરાવા સુદ્ધા ક્રાઇમબ્રાન્ચ આપ્યા છે. છતા આજ સુધી નિવેદનો લેવામાંથી જ ક્રાઇમબ્રાન્ચ ઉચી આવતી નથી.
રાતોરાત આરોપીઓને ઉપાડી લાવવામાં પાવરધી મનાતી ક્રાઇમ બ્રાન્ચની તપાસથી અરજદાર તબીબ સુદ્ધા અચંબિત થઇ ગયા છે. જેના પગલે ડો. સોનિયાએ જાતે જ ન્યાયની લડતનું રણશિંગુ ફૂકતા હોસ્પિટલ સત્તાવાળાઓના હાથે લાખો રૂપિયા લૂટાયેલા દર્દીઓ તેમની ફાઇલો લઇને ડો. સોનિયાને રૂબરૂ મળી રહ્યા છે અને લડતમાં સીધો ભાગ બજવીને વેગ આપી રહ્યા છે. એક મહિનાની સારવારના અધધધ િબલ 28 લાખ ચૂકવનારા દર્દીઓએ તો તીખો આક્રોશ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આશૅે 8થી 10 દર્દીઓએ ડો. સોનિયાને પોતાની બિલ સાથેની ફાઇલ આપીને પૂરતો સહયોગ આપવાની તૈયરી દાખવી હતી.
ઉલ્લેખનીય છેક સરકારી તંત્ર અને પોલીસની બેવડી કામગીરીના કારણે જ કૌભાંડીઓને છટકબારીનો પૂરતો મોક મળી જાય છે.ધીરજ હોસ્પિટલના માસ્ટર માઇન્ડ મનસુખ શાહ અને તેના મળતિયાઓએ પણ સરકારની આખમાં ધૂળ નાખીને બે કરોડની ઉચાપતનું કૌભાંડ સપાટી પર આવ્યું હતું છતાં સમયાંતરે મામલો રફેદફે કરવામાં ઉચ્ચ અધિકારીઓ્ની પડદા પાછળની ભૂમિકા તર્ફે નાગરિકોએ સીધી આંગળી ચીંધી હતી છતાં ઢાંકપિછોડો થઇ પણ ગયો.
તદઉપરાંત સુખધામ રેસિડન્સીના કરોડોના કૌભાંડ ઉપરાંત બુકિં ધારક ગ્રાહકો સાથે પણ બિલ્ડર ટોળકીએ કરોડોની છેતરપિંડી કર્યાની સેંકડો ફરિયાદ પોલીસે અધિકારીઓ સામે પુરાવા સાથે આવી હતી છતાં માલેતજાર બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં ઠાગા ઠૈયા કરીને પોલીસે બિલ્રડોને છટકબારી પુરતો મોકો આપ્યો હતો. પોલીસતંત્રની બેધારી કામગીરી પ્રત્યે નાગરિકોને છુપો અલગમો ભારોભાર વ્યક્ત કરીને તીખો આક્રોશ પ્રગટ કરી રહ્યા છે.