કાલોલ: કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલી બોરૂ ટરનીંગ નજીકની શીવશક્તિ સોસાયટી ખાતે ભૂગર્ભ ગટર યોજનાની ગટર માથી નીકળતા ગંદા પાણીને કારણે આસપાસના તમામ રહીશો અને ખેતરના માલિકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે નગરપાલિકા ખાતે અને કલેકટર કચેરી ખાતે છેલ્લા છ માસથી નરસિંહભાઇ પરમાર દ્વારા સતત લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારની મુલાકાત લેતા સ્થાનિકો દ્વારા જણાવ્યુ કે આ ઉભરાતી ગટર ને કારણે અહીં ઉભુ રહેવુ મુશ્કેલ બની ગયુ છે
આ રસ્તે આવેલ ખેતરના માલિકો સાથે પણ આ ગટર ની દુર્ગંધ ને કારણે અને ગંદુ પાણી ખેતર સુઘી પહોચી જવાના લીધે વારંવાર અણબનાવ બનતા રહે છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર સંજય ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ પ્રશ્ન બાબતે બે વખત જેટિંગ મશીન દ્વારા પાણી કઢાવેલ છે અને પાલિકામાં રજૂઆત કરી છે પણ આ ગંદા પાણી નો નિકાલ થતો નથી. કાલોલ ખાતે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી બાદ કોઈ પંપીંગ સ્ટેશન શરૂ કર્યાં વગર જ કેટલાક વિસ્તારો માં લોકોએ બારોબાર પોતાની ડપટ ના કનેક્શન પાલિકાની મંજૂરી વગર જ ભૂગર્ભ ગટરની લાઇનમાં આપી દેવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાય છે વધુમા ભૂગર્ભ ગટર યોજના બનાવ્યા બાદ તમામ કામગીરી જીયુડીસી દ્વારા કરવામા આવતી હોવાને કારણે આ સમસ્યા નું યોગ્ય સમાધાન થયેલ નથી ત્યારે કાલોલ નગર પાલિકા દ્વારા યોગ્ય ઓથોરિટી ને જાણ કરી નિરાકરણ લાવવા પ્રયત્નો થાય તેવી માંગ છે.