હાલમાં ચાલી રહેલી મહામારીમાં આપણે સૌ સંડોવાય ગયા છે. નાના મોટા, યુવાનો, વૃધ્ધો વગેરે પર માનસિક અસરો જોવા મળી રહી છે. કેટલાક લોકોની નોકરી જતી રહી છે તો કેટલાક માણસો ભૂખમરાથી પીડીત છે. લાચાર છે. આપણા દેશમાં હાલનું દ્રશ્ય જોતાં ખૂબ જ ગંભીર લાગે છે. દોસ્તો ભગવાને આપણને સારા રાખ્યા છે તંદુરસ્ત રાખ્યા છે અને આપણે શાંતિથ જમી શકીએ એટલું આપ્યું છે તો શું આપણે થોડી મદદ ગરીબી નીચે રહેતા વ્યકિતઓને મદદ ન કરી શકીએ? હા દોસ્તો આ સમય એવો છે કે આપણી અને આપણા ઘરની સુરક્ષા માટે માણસ માણસથી દૂર રહેવું પડે છે. પરંતુ દૂ રહીને પણ જરૂરિયાતમંદ વ્યકિતઓને મદદ કરવી જોઇએ.
કહેવાય છે કે દાનથી મોટું કોઇ દાન નથી. રૂપિયા ન આપશો તો ચાલશે પરંતુ જેમને વસ્ત્રોની, અનાજની જરૂરિયાત છે તેઓને આપવું. આ સમય સૌ માટે કઠીન છે. દરેક માણસ કોઇક પરિસ્થિતિમાં અટવાય ગયો છે. પરંતુ મિત્રો આપણે આપણી માણસાઇથી દૂર શા માટે ભાગીએ છીએ? બીમાર વ્યકિતને રૂબરૂ મળી ન શકાય પરંતુ તમારા એક ફોનથી બીમાર વ્યકિત 80 ટકા સારો થઇ જાય છે. હોસ્પિટલમાં દર્દીનો પરિવાર તડકામાં રાહ જુએ છે ત્યારે આપણે એમને પાણીનો ભાવ પણ ના પુછી શકીએ? દરેક દિવસો સરખા નથી હોતા આ સમય પણ નીકળી જશે. પરંતુ આપણે સૌ સાથે મળીને સામનો કરીશું ત્યારે. એટલા માટે જ હું પટેલ આરતી આપ સૌને વિનંતી કરું છું કે કાલ કોણે જોઇ છે? જેથી હંમેશા જેટલું બને આપણાથી એટલી મદદ કરવી અને આપણામાં માનવતા બની રહે એ જ ઇચ્છુ.
અમરોલી – પટેલ આરતી જે-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.