નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi ) અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ (India gate) પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (SubhashChandraBose ) પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) કહ્યું કે ઈન્ડિયા ગેટ પર મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
PMએ ટ્વીટ કર્યું કે, “જ્યારે સમગ્ર દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે, મને જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતના ઋણનું પ્રતિક હશે. પીએમએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. તેમણે કહ્યું કે 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. ઉલ્લેખનીય છે કે નેતાજી બોઝની જન્મ જયંતીને સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને આ વર્ષથી જ કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની ઉજવણી 24 ના બદલે 23 જાન્યુઆરીથી એટલે પરાક્રમ દિવસથી શરૂ કરવાની જાહેરાત કરી છે.
અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટની જગ્યાએ નેશનલ વોર મેમોરિયલમાં પ્રગટશે
દેશની રાજધાની દિલ્હીમાં 50 વર્ષથી ઈન્ડિયા ગેટની ઓળખ બનાવી ચૂકેલી અમર જવાન જ્યોતિને ગણતંત્ર દિવસ પહેલા જ અહીંથી ખસેડવામાં આવી રહી છે. હવે આ જ્યોતિ ઈન્ડિયા ગેટની જગ્યાએ નેશનલ વોર મેમોરિયલમાં પ્રગટશે. વિપક્ષના વિવાદ વચ્ચે શુક્રવારે બપોરે 3.30 વાગ્યે તેની જ્યોતિને વોર મેમોરિયલની જ્યોતિમાં જ મેળવી દેવામાં આવશે. અહીં એક સમારંભમાં બંનેની જ્યોતિને પરસ્પર મેળવી દેવામાં આવશે. સમારંભની અધ્યક્ષતા એર માર્શલ બલભદ્ર રાધાકૃષ્ણ કરશે.
પ્રધાનમંત્રી મોદીએ કરેલી જાહેરાતને લઈને સમર્થન અને વિરોધ એમ બંને પ્રકારના નિવેદનો આવી રહ્યાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જ્યોતિને ઓલવવામાં આવવાની નથી, તેને માત્ર ખસેડવામાં આવી રહી છે. અમર જવાન જ્યોતિ પર પ્રગટી રહેલી જ્યોતિ 1971 અને અન્ય યુદ્ધમાં શહીદ થનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતી હતી પરંતુ તેમાંથી કોઈનું પણ નામ અહીં લખવામાં આવ્યું નહોતું. બીજી તરફ વિપક્ષો આનો વિરોધ કરતા કહે છે કે તે શહીદોનું અપમાન કહેવાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાનને સમજી શકતા નથી. કંઈ વાંધો નહિ…અમે આપણા સૈનિકો માટે અમર જવાન જ્યોતિને એક વખત ફરીથી લાવીશું.
સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના સર્કિટ હાઉસનું ઉદ્ઘાટનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે આઝાદી પછી ‘દિલ્હીના થોડા પરિવારો’ માટે જ નવું નિર્માણ થયું હતું, પરંતુ અમારી સરકારે દેશને ‘સંકુચિત વિચારસરણી’ માંથી બહાર કાઢી અને નવી વિચારધારાનું નિર્માણ કર્યું. અને સાથે જ નવા રાષ્ટ્રીય સ્મારકોનું નિર્માણ કરી રહ્યા છે, અને હાલના સ્મારકોને ગૌરવ અપાવ્યે છે.
યુદ્ધ સ્મારકને અમર જવાન જ્યોતિમાં શિફ્ટ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે દિલ્હીના ઈન્ડિયા ગેટ પર શહીદોના સન્માનમાં હંમેશા સળગતી ‘અમર જવાન જ્યોતિ’ને આજે નવા બનેલા નેશનલ વોર મેમોરિયલમાં રાખવામાં આવશે. આ 50 વર્ષ પછી થઈ રહ્યું છે, જ્યારે અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટથી અલગ થશે. સરકારના આ નિર્ણય બાદ વિવાદ સર્જાયો હતો. વિપક્ષો મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તે જ સમયે, સરકારે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્ર સરકાર કહે છે કે અમર જવાન જ્યોતિની જ્યોત ઓલવવામાં આવી નથી. માત્ર તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્વાળાઓમાં ભળી દેવામાં આવશે.
અમર જવાન જ્યોતિને પાકિસ્તાનની વિરુદ્ધ 1971ના યુદ્ધ દરમિયાન શહીદ થનાર 3,843 ભારતીય જવાનોની યાદમાં બનાવવામાં આવી હતી. તેને 1972માં પ્રગટાવવામાં આવી હતી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ 26 ફેબ્રુઆરી 1972ના રોજ તેનું ઉદ્ધાટન કર્યું હતું. નેશનલ વોર મેમોરિયલનું નિર્માણ કેન્દ્ર સરકારે 2019માં કર્યું હતું. તેને 1947માં દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં શહીદ થયેલા 26,466 ભારતીય જવાનોના સન્માનમાં બનાવવામાં આવી હતી. 25 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું.