કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ( corona virus) ચેપ ફેલાતો અટકાવવા માટે કન્ટેનમેન્ટના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત રાખીને નિયંત્રણો ધીમે ધીમે કાળજીપૂર્વક ઉઠાવીને છૂટછાટો આપવી જોઇએ.28મી જૂને રાજ્યો અને સંઘ પ્રદેશોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે સમાનતા લાવવા માટે, રોગના બોજા અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તાણના આધારે નિયંત્રણો લાદવા કે પછી છૂટછાટો આપવી એ અગત્યનું બની રહે છે.
ભૂષણે રાજ્યો દ્વારા અમલી કરવાની જરૂર છે એ લક્ષિત પગલાંઓની યાદી આપી હતી જેમાં, નિયમિત રીતે જિલ્લાઓમાં કેસો પર દેખરેખ રાખવા અને કન્ટેનમેન્ટ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવાનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું કે જિલ્લામાં પૉઝિટિવિટી રેટ ( સેમ્પલ ટેસ્ટ થયા એ સામે નોંધાયેલા પૉઝિટિવ કેસએ ચેપના ફેલાવાનો મુખ્ય સંકેત છે. વધારે પૉઝિટિવિટી રેટનો ( positive rate) મતલબ એ કે ચેપને ફેલાતો અટકાવા કડક કન્ટેનમેન્ટની અને નિયંત્રણોની જરૂર છે.
એવી જ રીતે દરેક જિલ્લાએ બેડ ઑક્યુપન્સી અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું વિશ્લેષણ કરવાની જરૂર છે જેથી દર્દીઓને સરળતાથી દાખલ કરી શકાય. બૅડ ઑક્યુપન્સી વધારે હોવાથી જિલ્લાએ ઉપલબ્ધ બૅડ્સ અપગ્રેડ કરવાની જરૂર રહે છે અને સાથે જ કન્ટેનમેન્ટને પણ આક્રમકતાથી અનુસરવાનું છે. પૉઝિટિવિટી રેટ અને બૅડ ઑક્યુપન્ન્સી વધારે ધરાવતા જિલ્લાઓ માટે રાજ્ય વડામથકેથી એક સિનિયર અધિકારીને આવા જિલ્લાઓ માટે નોડલ ઑફિસર ( nodal officers) તરીકે નિમવા પણ કહેવાયું છે. આ જિલ્લા નોડલ અધિકારી, નવા કેસોના ક્લસ્ટરને ઓળખી કાઢવા જિલ્લા કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલનમાં કામ કરશે. એક વાર લાદવામાં આવેલા નિયંત્રણો ઓછામાં ઓછા 14 દિવસ લાગુ રાખવા.