SURAT

ચોકબજાર પોલીસે શું આંખે પાટા બાંધ્યા છે? ખુલ્લા મેદાનમાં વેચાતો દારૂ સ્ટેટ વિજિલન્સે પકડ્યો

સુરત(Surat): થર્ટી ફર્સ્ટ પહેલાં સુરતના ચોકબજાર (ChowkBazar) વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સે (State Vigilance) દારૂનો (liquor) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓપનમાં દારૂનો ધંધો કરનાર કુખ્યાત બુટલેગરનો દારૂ પકડી સ્ટેટ વિજિલન્સે સપાટો બોલાવ્યો છે. પોતાના પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાતા ચોકબજાર પોલીસના વહીવટદારો દોડતા થઈ ગયા છે.

  • ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઝીલન્સની રેડ : 6.38 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ચાર વોન્ટેડ

પ્રાપ્ત માહિતી અનુસાર ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર ના સર્વે નં. 44, અર્જુન ઇન્ડસ્ટ્રીઝ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ વિજિલન્સે રૂપિયા 6.38 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી ચાર ને વોન્ટેડ જાહેર કર્યા છે. એટલું જ નહીં પણ લાખો ની વિદેશી બાટલીઓ પકડાઈ હોવાની જાણ બાદ ચોક બજાર પોલીસનો વહીવટદાર અને ડી-સ્ટાફ દોડતો થઈ ગયો છે. દારૂનો જથ્થો અલ્પેશ જાડિયાથી ઓળખાતા કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. અલ્પેશ જાડીયો અનેક વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ એચ.એચ.જાડેજાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. રૂ. 6,38,640 કિંમત ની 2808 બોટલ્સ સાથે ભાવેશ કનૈયાલાલ રાણા (ઉંમર: 24, નિવાસી: 8/2329, વીડી ફળ્યા, ગાંધારક ફળિયું, અઠવાલાઇન્સ)ને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી પોલીસે એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. જ્યારે ચાર ને વોન્ટેડ જાહેર કરાયા છે.

વોન્ટેડ આરોપીમાં અલ્પેશ જગદીશભાઈ રાણા ઉર્ફે અલ્પેશ જાડિયો,(રહે, ગોલવાડ, સલાબતપુરા, મુખ્ય આરોપી), નંબર પ્લેટ વગર મહિન્દ્રા XUV700 કારનો ડ્રાઈવર અને માલિક, મારુતિ સુઝુકી કાર નં. GJ 15 Cm 2341 ડ્રાઈવર અને માલિક (દારૂનો જથ્થો લઈ નાસી જનાર), બગી પટેલ (રહે, અમરોલી, સુરત)નો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ ચારેયને શોધી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશ જાડો એક કુખ્યાત બુટલેગર છે. તે અનેક વહીવટદારોના સંપર્કમાં રહે છે. તે ઓપનમાં ધંધો કરે છે.

Most Popular

To Top