Gujarat

સમગ્ર રાજ્યના મહાનગરોમાં જી -20ની થીમ ઉપર પતંગોત્સવ ઉજવાશે

ગાંધીનગર : રાજયમાં (State) જી -20 ની થીમ (Theme of G-20) પર આંતરરાષ્ટ્રીય (International) પતંગોત્સવની (Kite Festival) ઉજવણી કરાશે, આ માટે કેબીનેટ બેઠક પર આજે ચર્ચા થવા પામી છે.સચિવાલયમાંથી મળતી માહિતી મુજબ , અમદાવાદ રિવરફ્રન્ટ, વડોદરા, વડનગર, કેવડિયામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડોમાં પણ પતંગોત્સવનું આયોજન કરાશે. અંદાજીત 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. કોવિડ પ્રોટોકોલના પાલન સાથે પતંગોત્સવ ઉજવાશે.

સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પણ પતંગોત્સવ યોજાશે
સૂત્રોએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારી થઇ રહી છે. જો કે, પતંગરસિયાઓને અન્ય સ્થાને પણ પતંગમહોત્સવનો લ્હાવો મળશે. જેમાં વડનગર, દ્વારકામાં પણ આયોજન કરાશે. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પણ પતંગોત્સવ યોજાશે.

દેશ વિદેશની 46 આપત્તિઓ પ્રમુખસ્વામીએ સેવાનો ધોધ વહાવ્યો હતો
અમદાવાદ : ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે વહાવ્યો હતો. 1979-મોરબી રેલ હોનારત, 1987-ગુજરાત દુષ્કાળ, 1993-લાતૂર ભૂકંપ-મહારાષ્ટ્ર, 2001- ભૂકંપ, ભુજ-કચ્છ, 2004-સુનામી-દક્ષિણ ભારત, ૨૦૦૬-રેલ હોનારત-સુરત, ૨૦૧૩-વાવાઝોડું, ઓક્લાહોમા, અમેરિકા, 2013-રેલ હોનારત, ઉત્તરાખંડ, જેવી અનેક આપત્તિઓમાં સહાય આપી હતી. કોરોનાકાળમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાહતસેવાની ભાગીરથી વહી હતી.

પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભા
આજના કાર્યક્રમમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, પ્રમુખ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિનય સહસ્ત્રબુદ્ધે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અફરોઝ અહમદ, પી.પી. સવાણી ગ્રુપના ડિરેકટર વલ્લભભાઈ સવાણી, ડૉ. એ. પી જે અબ્દુલ કલામના પૂર્વ પર્સનલ સેક્રેટરી મિ. હેરી શેરીડૉન સહિત અનેક મહારાજને મહાનુભાવોએ અંજલિ આપી હતી. પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભામાં બીએપીએસ મહિલાપ્રવૃતિ દ્વારા આજે ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોરોનાકાળમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાહતસેવાની ભાગીરથી વહી હતી
ડૉ. રતનકંવર ગઢવિચરન (IAS, MBBS) ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ ગાંધીનગરના મ્યુનિસિપલ્ કમિશનર તરીકે, MSME ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે.

Most Popular

To Top