Gujarat

રાજ્યમાં અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના લોકો માટે હેલ્પલાઈન શરૂ

ગાંધીનગર: રાજ્યમાં અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો હેલ્પલાઇન પર એટ્રોસીટીને લગતી ફરિયાદ કરી શકે અને માર્ગદર્શન પણ મેળવી શકે તેમજ તેમને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસરૂપે હેલ્પલાઈન નંબર તથા ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ હેલ્પલાઈન નંબર – ૧૪૫૬૬ તથા ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૦૨૧૯૮૯ હેલ્પલાઈનનું લોન્ચિંગ કર્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે કહ્યું હતું કે, અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષાએ અત્યાચારનો ભોગ બનેલા અનુ.જાતિ-જનજાતિના નાગરિકો માટે હેલ્પ લાઇનનું અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર જેવું સેલ્ફ સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યના અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો કે જેઓ અત્યાચારનો ભોગ બને છે તેઓને એટ્રોસીટીને લગતી ફરિયાદ અન્વયે એફ.આઇ.આર., ચાર્જશીટ તેમજ મળવાપાત્ર સહાય તેમજ જુદા-જુદા તબક્કે પડતી તકલીફોનું નિવારણ આવશે. આ હેલ્પ લાઇન ૩૬૫ દિવસ દરરોજ ૨૪ કલાક ચાલુ રહેશે.

Most Popular

To Top