Madhya Gujarat

આજથી 400 ખેલૈયાઓની મર્યાદા વચ્ચે ગરબા શરૂ

દાહોદ: સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. પોલીસ બંદોબસ્ત  પણ ગોઠવવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. ૪૦૦ ખૈલાયાઓની મર્યાદા વચ્ચે શેરી ગરબા, સોસાયટી ગરબા, ફ્લેટના ગરબાનું આયોજન કરવાનું રહેશે તેમ પણ દાહોદ શહેર પોલીસ મથકના પીએસઆઈ દ્વારા જાણવા મળી રહ્યું છે. ગરબા આયાજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુંક્યો છે.

કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષ બાદ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ખૈલેયાઓમાં પણ ઉત્સાહ સાથે થનગનાટ જાેવા મળી રહ્યો છે. માત્ર શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટ વિસ્તારમાંજ ગરબા મહોત્સવનું આયોજન કરવાના રાજ્ય સરકારના નિર્ણય સાથે પાર્ટી પ્લોટ અને મોટા ગરબા મંડળોમાં નિરાશા પણ જાેવા મળી હતી ત્યારે વાત કરીએ દાહોદ શહેરની તો દાહોદ શહેરમાં પણ સરકારની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન વચ્ચે ગરબાનું આયોજન થનાર છે. બે દિવસ અગાઉ દાહોદ શહેર ટાઉન પોલીસ મથકે ગરબા મંડળો સાથે એક મીટીંગનું આયોજન પણ કરા્યું હતું જેમાં દાહોદ શહેર પોલીસ મથકના પી.એસ.આઈ. વસંત પટેલની ઉપસ્થિતમાં આ મીટીંગ યોજાઈ હતી.

આ મીટીગમાં દાહોદ શહેરના ગરબા મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટ ગરબામાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરવાનું રહેશે તેમ પોલીસ વિભાગ દ્વારા ગરબા મંડળોને સુચના આપી દેવામાં આવી છે. રાત્રીના ૧૨ વાગ્યા સુધી ગરબા ચાલુ રાખી શકાશે.ગરબામાં પાર્ટીશીપેટોએ ડબલ ડોઝ વેક્સિનેશન લીધેલ હાવું જાેઈએ. દાહોદ શહેરમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જ્યાં જ્યાં રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. દાહોદ શહેરના બજારોમાં ખાસ કરીને ચણીયા ચોળી, ભાતીગળ આભુષો, સૌંદર્ય પ્રધાનો, પુજાપો, માં અંબેની પ્રતિમાઓ સહિત નોરતાને લગતી ખરીદવા લોકોની ભીડ જામે છે.

Most Popular

To Top