Vadodara

દિવ્યાંગ હોવાથી દાદર ચડવા માટે પણ મુશ્કેલી પડી

વડોદરા : દિવ્યાંગ મહિલા સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી દિવ્યાંગ મહિલા વડોદરા મહાનગરપાલિકા ખાતે રજુઆત કરવા  માટે આવી પહોચ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા પરિવારને સર્વે કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે. દિવ્યાંગ મહિલા સરકારી બાબુઓની બાય બાય ચારણીકરતા દિવ્યાંગ મહિલા વડોદરા મહાનગરપાલિકા ખાતે રજુઆત કરવાપહોચ્યા હતા. દિવ્યાંગ મહિલા સરકારી બાબુઓની બાય બાય ચારણીથી  લાંબા સમયથી ગરીબ વર્ગનો સર્વે અટવાતા ઘણી પરેશાની ઉભી થઇ છે, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા પરિવારને સર્વે કરવામાં આવતો હોય છે.

પરંતુ છેલ્લા કેટલાક વખતથી સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે. જે અંગે આજે એક મહિલાએ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે જેમાં તેઓને અનાજ તેમજ અન્ય સહાય પણ મળતી હોય છે. આ અંગે એક  દિવ્યાંગ મહિલા આયશાબેન સલાટવાડા સ્થિત યુસીડી ની ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં તેઓને યોગ્ય જવાબ નહીં મળતા નર્મદા ભવન ખાતેની સમાજ કલ્યાણ વિભાગની કચેરી ગયા હતા  અને  ત્યાં થઈ કોઠી કચેરી ખાતે  પણ ગયા હતા. પરંતુ સરકારી  વિભાગોમાંથી યોગ્ય જવાબ નહીં મળતાં તેઓની હાલત બાઈ બાઈ ચારણી જેવી થઇ ગઇ હતી .આજે બપોરે આયશાબેન કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા અને દિવ્યાંગ હોવાથી દાદર ચડવા માટે પણ મુશ્કેલી પડી રહી હતી. જેથી સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા નીચે આવીને તેઓ ને સાંભળ્યા હતા અને તેઓની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપી હતી. જોકે વિલકાંગો અવજવર માટે કોઈ  સુવિધા પાલિકામાં નહીં હોવાની કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.

દિવ્યાંગ મહિલાની કોઈ ભી રાહે તેમની મદદ કરીશું
સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા જણાવ્યું હતું કે દિવ્યાંગ મહિલાની તકલીફો દુર કરવાની અને સુવિધા સરળતાથી મળી રહે તે માટે આશય સાથે દિવ્યાંગ મહિલાની મદદ કોઈ પણ રાહે કરીશું.
ડો. હિતેન્દ્ર પટેલ – સ્થાયી અધ્યક્ષ

Most Popular

To Top