કચ્છ: કચ્છ (Kutch)માં એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક ST બસ (Bus) કાળ બની હતી. કચ્છના સુરજબારી બ્રિજ (Bridge) પર પુરપાટ ઝડપે આવતી એસ.ટી બસે ઘેટાં-બકરા (sheep-goats)ને કચડી નાખ્યાં હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 135 માસુમ ઘેટા – બકરાના મોત (Death) થયા છે. તેમજ 25 જેટલા ઘેટા- બકરાનાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનાં પગલે સમગ્ર બ્રિજ પર જ્યાં જુઓ ત્યાં ઘેટા – બકરાની બસ લાશો જ લાશો જોવા મળી હતી. સમગ્ર મામલે સામખીયાળી પોલીસે (Police) તપાસ શરુ કરી છે.
અકસ્માતનાં પગલે મુસાફરો અટવાયા
કચ્છમાં આવેલા સુરજબારી બ્રિજ પાસે પુરપાટ ઝડપે ગુર્જરી નગર એસટી બસ આવી રહી હતી. આ વેળાએ એસટી બસ માર્ગ ઓળંગવા ઉભા રહેલા ઘેટાં-બકરાંના ઘણ ઉપર ફરી વળી હતી. જેથી બસ તળે કચડાઈ જવાથી 135 જેટલા પશુનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે 25 ઘેટાં-બકરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે માલધારી સમાજના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત માલધારીને મદદરૂપ બન્યા હતા. જોકે, અકસ્માતની ઘટનાથી માલધારીને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. બનાવના પગલે બસમાં સવાર મુસાફરો પણ અટવાઇ પડતા હલાકીમાં મુકાયા હતા.
બ્રિજ પર પશુઓની લાશોનાં ઢગલા જોવા મળ્યા
સમગ્ર અકસ્માતની ઘટના મામલે મળતી માહિતી મુજબ, ભચાઉ તાલુકાના વામકા ગામના માલધારી વિશા બધા રબારી ઘેટાં-બકરા સાથે માળિયા તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તો ઓળંગવા માટે બ્રિજ પર ટ્રાફિક હલાવો થવાની રાહ જોઈ રહ્યા હતા એટલામાં મોરબી તરફથી આવતી એસટી બસજાંબુવા-દાહોદ-ભુજ વાળી ઘેટાં-બકરાના ઘણ ઉપર ફરી વળી હતી અને અબોલ જીવોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 100 માદા અને 35 નર ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે 25 જેટલા જીવને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાનું જંગીના માલધારી સંગઠનના ઉપપ્રમુખ સોમા રબારીએ જણાવ્યું હતું. આ અકસ્માત બાદ સામખીયાળી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસ્માત એટલો ગંભીર હતો કે બ્રિજ પર પશુઓના મૃતદેહોની લાઈનો લાગી હતી. જ્યાં જુઓ ત્યાં બસ ઘેટા -બકરાની લાશો જ જોવા મળી રહી છે. કાળજું કંપાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.