વહાલા વાચક મિત્રો,
જિંદગીની રફતારમાં વધુ એક શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું અને નવા શૈક્ષણિક વર્ષ 2024-2025ની શરૂઆત થવા જઈ રહી છે. 23-24 નાં વર્ષની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે અને થોડા જ દિવસોમાં પરીક્ષાઓ પૂર્ણ પણ થઇ જશે. ધો.10ના વિદ્યાર્થીઓ પોત-પોતાની સ્ટ્રીમની પસંદગી કરશે. સાથે જ એક નવો ટ્રેન્ડ પણ જોવા મળે છે તે એ કે બોર્ડ બદલવાનો. બાળક નાનું હોય પ્લે ગ્રુપ, સીનિયર KG કરાવ્યા પછી CBSE કે ICSE બોર્ડની શાળામાં મૂકવાનો ક્રેઝ ચાલે કેમ કે એમની ભણાવવાની પદ્ધતિ, અભ્યાસક્રમ અલગ હોવાથી વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ બને, સીન્સિયર બને એવો લોકવાયરો જોવામાં આવે પરંતુ બાળક જેવું ધો. 10 CBSE કે અન્ય બોર્ડમાંથી પાસ થઇ ઉચ્ચ અભ્યાસ માટે ધો.11માં જવાનું હોય ત્યારે વાલીઓ એવું વિચારે કે CBSEમાંથી Gujarat State Board માં મૂકે જેથી વધુ માકર્સ આવે, ઈઝી પડે અને પ્રવેશ મેળવવાની 95 % તકો મળે. આમ ધો. 11માં ગુજરાત બોર્ડમાં પ્રવેશ લેવડાવે પરંતુ કયાંક ગરબડ થાય અને ધાર્યું પરિણામ ન મેળવી શકાય કેમ કે વિદ્યાર્થી જે 15-16 વર્ષનાં કિશોર-કિશોરી હોય એમને આ અવસ્થાના જૈવિક – સામાજિક- માનસિક પડકારો તો હોય જ છે. સાથે ધો. 10 અને 12 શૈક્ષણિક કારકિર્દીનાં મહત્ત્વનાં વર્ષોમાં ઉચ્ચ પરિણામ લાવવાનો પડકાર અને એમાં જયારે બોર્ડ બદલાય ત્યારે વધુ મોટો પડકાર મહેસૂસ કરે જેની શૈક્ષણિક કાર્ય પર નકારાત્મક અસર પડવાની શકયતા વધી જાય છે.
ધો.10 થી ધો.11-12
અન્ય બોર્ડમાંથી રાજ્ય બોર્ડમાં સંક્રમણ કરતી વખતે
શૈક્ષણિક તફાવત સાંસ્કૃતિક તફાવત વહીવટી તફાવત
આમ કોઇ પણ અન્ય બોર્ડમાંથી ગુજરાત બોર્ડમાં ધો.11માં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વહીવટી તફાવતોનો સામનો કરવો પડે છે.
અભ્યાસક્રમના તફાવતો :
રાજ્ય બોર્ડમાં અન્ય બોર્ડની સરખામણીએ અલગ અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો અને પરીક્ષાની પેટર્નનો તફાવત હોય છે. જેના લીધે શીખવાની પ્રક્રિયા પર ઘેરી અસર પડે છે.
ભાષા અવરોધ:
રાજ્ય બોર્ડમાં ઘણી વાર વધુ સમજણ કેળવવાના ઉદ્દેશ્યથી પ્રાદેશિક ભાષાનો વ્યાપક ઉપયોગ જોવામાં આવે છે માટે CBSEમાં માત્ર અંગ્રેજીમાં અભ્યાસ કરવા ટેવાયેલા વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બની શકે છે.
મૂલ્યાકંન માપદંડ :
મૂલ્યાંકન પદ્ધતિઓ અને ગ્રેડિંગ સિસ્ટમ CBSE અને રાજ્ય બોર્ડ વચ્ચે અલગ અલગ હોઇ શકે છે. જેમાં વિદ્યાર્થીઓને નવા મૂલ્યાંકન માપદંડો સાથે અનુકૂલન કરવાની જરૂર છે.
અધ્યયન પદ્ધતિઓ:
અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડની શાળાઓ વચ્ચે શિક્ષણની શૈલીઓ અને પદ્ધતિઓ અલગ અલગ હોઇ શકે છે જે વિદ્યાર્થીઓના શીખવાના અનુભવો અને વિષયોની સમજને અસર કરે છે.
સાંસ્કૃતિક ગોઠવણ:
રાજ્ય બોર્ડમાં જવાથી શાળા અને સ્થાનિક સમુદાયમાં વિવિધ પરંપરાઓ, રિવાજો અને સામાજિક ધોરણો સહિત નવા સાંસ્કૃતિક વાતાવરણને અનુકૂળ થવાના પડકારનો અનુભવ કરવો પડે છે.
વહીવટી પ્રક્રિયાઓ:
બોર્ડ પ્રમાણે વહીવટી પ્રક્રિયાઓ પરીક્ષા નોંધણી, ફી માળખું પણ બદલાય છે જેની સાથે પરિચિતતા કેળવવી જરૂરી બને છે.
મિત્રો આ સિવાય પણ ખાસ મહત્ત્વના ફેરફારો વિદ્યાર્થી માનસ પર અસર કરે તેવાં પરિબળોમાં-
શાળાનું કેમ્પસ:
જે શાળામાં 10 વર્ષ સુધી રહ્યા તેની સાથે ભાવનાત્મક જોડાણ થઇ ચૂકયું હોય છે અને હવે નવી શાળામાં તાદાત્મ્યતા સાધવાના પ્રયત્નો નવેસરથી કરવા પડે છે.
મિત્ર વર્તુળ:
શાળામાં અને ટયુશનમાં મિત્રવર્તુળ બદલાઈ જાય છે. કોઇ નવો વિદ્યાર્થી વર્ગમાં આવે એને સહપાઠીઓ સાથે અનુકૂલન સાધવા ઘણી શક્તિઓ વાપરવી પડે છે.
શિક્ષકો સાથે લગાવ:
ધો. 10 સુધી જેમની સાથે હળીમળી જવાયું ‘My teachers’ ની ભાવના કેળવાઈ ગઈ હોય ત્યાંથી નીકળી નવા શિક્ષકો સાથેના સંબંધો કેળવવામાં પણ તાણ અનુભવાય છે.
ઉપરોકત દરેક પરબિળનું ધ્યાન રાખવું ઘટે કેમ કે વાલીઓ માટે સારા ઉદ્દેશ્યથી બોર્ડ બદલવાનો નિર્ણય કદાચ સારો ન પણ પુરવાર થાય. વધુમાં એક ગેરમાન્યતા – ‘ગુજરાત બોર્ડમાં ટકાવારી લાવવી વધુ મુશ્કેલ નથી.’ આ માન્યતાથી એક જાણીતી શાળાના આચાર્યે પોતાના દીકરાને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ લેવડાવ્યો. માતા-પિતાને પણ એમ હતું કે ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ, પરીક્ષાપદ્ધતિમાં તકલીફ નહીં પડે, કદાચ નહીં પણ પડતી હોય પણ વિદ્યાર્થીના મનમાં ભરાયેલા વિચાર કે હું તો CBSE શાળા અને બોર્ડમાંથી આવું એટલે મને કોઇ વાંધો નહીં આવે પણ પરિણામ નીચું આવ્યું ત્યારે રઘવાયા બન્યા સિવાય કોઇ આરો ન હોય.
ધો. 10 પછી બોર્ડ બદલવું કોઇ સહેલું કે અઘરું કામ નથી. વાલી-વિદ્યાર્થી, શાળા બોર્ડ બદલાતા આવતા પડકારોનો સામનો કેવી રીતે કરે છે એના પર આધાર રાખે છે.
“Transition as always has Challenges.