ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા. 11 મેના રોજ ધો. 10 એસએસસી બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષના રિઝલ્ટે પાછલા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે અત્યાર સુધીનું સૌથી ઉંચું પરિણામ આવ્યું છે. વર્ષ 2024માં રાજ્યમાં ધો. 10 બોર્ડનું રિઝલ્ટ 82.56 ટકા જેટલું ઊંચું રહ્યું છે.
પાછલા વર્ષ સાથે સરખામણી કરીએ તો 17.94 ટકા વધુ પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 2023માં 64.62 ટકા જ રિઝલ્ટ રહ્યું હતું. ગયા વર્ષે જ્યાં રાજ્યમાં એ-1 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી તે આવર્ષે 23,247 પર પહોંચી છે. આ ખૂબ જ મોટો જમ્પ છે. આ વર્ષે રિઝલ્ટ ખૂબ જ સારું રહ્યું હોય વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીની લહેર ફરી વળી છે.
23 હજારથી વધુ સ્ટુડન્ટ્સે એ-1 ગ્રેડ હાંસલ કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું. તેમજ 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા હતું. વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા હતું. તેમજ છોકરીઓએ છોકરાઓ કરતા 7.57 ટકા જેટલું વધુ પરિણામ મેળવ્યું હતું.
એ-ટુ ગ્રેડમાં 78,893, બી-1 ગ્રેડમાં 1,18,710, બી-2 ગ્રેડમાં 1,43,894, સી-1 ગ્રેડમાં 1,34,432 અને સી-2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી પાસ થયા છે. 79.12 ટકા વિદ્યાર્થી સામે 86.69 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. આમ કન્યાઓનું પરિણામ ઉંચું રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,06,370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6,99,598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 5,77,556 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા.
ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ, પોરબંદરનું સૌથી ઓછું
અમદાવાદ ગ્રામ્યના દાલોદ કેન્દ્ર અને ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ મેળવ્યું હતું. આ સાથે જ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા સાથે રહ્યો હતો. તેમજ સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57 ટકા સાથે રહ્યો હતો.
પાછલા 30 વર્ષના પરિણામ આ મુજબ રહ્યાં હતાં
1993 56.33, 1994 42.81, 1995 50.34, 1996 40.97, 1997 40.17, 1998 45.16, 1999 55.80, 2000 58.70, 2001 68.91, 2002 51.81, 2003 42.97, 2004 52.69, 2005 56.18, 2006 57.71 2007 70.65 2008 63.58, 2009 56.43 2010 60.81, 2011 71.06 2012 69.1 2013 65.1 2014 64, 2015 54.42, 2016 67.06, 2017 68, 2018 67.5 2019 66.97, 2020 61, 2021 માસ પ્રમોશન, 2022 65.18, 2023 64.62 Dvs 2024 82.56 પરિણામ રહ્યું છે.