Vadodara

વડતાલમાં વસંત ખીલી : દેવને કેસુડાના પુષ્પના શૃંગાર અને નારંગીનો અન્નકૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં વસંત ખીલી ઉઠી છે. શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને ત્રણ હજાર કિલોગ્રામ પુષ્પ ગુંથીને શ્રૃંગાર એવં સિંહાસનની સજાવટ કરવામાં આવી હતી. પૂજારી શ્રીહરિસ્વરૂપાનંદજી અને પાર્ષદોની ટીમે કલાત્મક ગુંથણી કરીને તાજા પુષ્પના શણગાર તૈયાર કર્યા હતા અને વિદ્યાર્થી યુવકોએ 2500 નારંગીનો અન્નકૂટ તૈયાર કર્યો હતો.
ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનને ધરાવ્યાં બાદ આ પ્રસાદ ચરોતરના આંગણવાડીના બાળકો અને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવામાં આવશે. નવી પેઢીને વસંતનો પ્રભાવ જાણવાની જીજ્ઞાષા થાય, એવી ઉદાત્તભાવના રહેલી છે.
વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉપક્રમે આયોજીત કેસુડાના શણગાર વ્રજભુમિ આશ્રમ – પુજ્ય નારાયણચરણ સ્વામી તરફથી હતા અને નારંગીનો અન્નકૂટ પ્રીતેશભાઈ હાંડેવા , નવિનભાઈ સુરત , હિરેનભાઈ બારડોલી વગેરે હતા.

Most Popular

To Top