નડિયાદ તા.1
કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ વાહન અકસ્માતના ગુનામાં વાહનના ડ્રાયવરને 10 વર્ષની જેલ, દંડની જોગવાઈ તથા તેમનું લાયસન્સ રદ થાય અને તેમને નવું લાયસન્સ ન મળે તેવા કાયદાની જોગવાઈ આગામી સમયમાં થવાની છે. આ નવા કાયદાના વિરોધમાં આજે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળોએ અને જાહેર માર્ગો પર ટ્રક ડ્રાઈવરો ધ્વારા આવેદનપત્ર આપવા તેમજ ચક્કાજામ સહિતના દેખાવો કરવામાં આવ્યા હતા.
ટ્રક ડ્રાઈવરો ધ્વારા ઠેરઠેર નવા કાયદાના વિરોધમાં પ્રદર્શન રેલી આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્રણેય જીલ્લામાં મોટાભાગના સ્થળોએ દિવસભર ઉતેજના છવાયેલી રહી હતી. જોકે પોલીસની સતર્કતાથી કોઈ સ્થળે સામાન્ય ઘર્ષણ થવાના બનાવો સિવાય એકદંરે શાંતિપૂર્ણ રીતે ટ્રક ડ્રાઈવરો ધ્વારા પોતાની રજૂઆતો સરકાર સમક્ષ રજૂઆત માટે આવેદન પત્ર આપ્યા હતા.
અકસ્માતના બનાવમાં આકરી સજા ફરમાવતો નવો કાયદો અમલમાં લાવતા વિરોધના વંટોળ ઉઠ્યો છે. તેમાં આણંદ અમૂલ દૂધ ટેન્કરોના 150થી વધુ ડ્રાયવરો હડતાળમાં જોડાયા હતા. જેથી ખેડા,આણંદ અને મહિસાગર જિલ્લાની 1250થી વધુ દૂધ મંડળીઓમાંથી સંપાદન કરવામાં આવેલું અંદાજે 32 લાખ લીટર દૂધ લાવવાની કામગીરીને મોટી અસર થઈ હતી. જોકે અમૂલનાં અધિકારીઓએ ડ્રાયવરોને સમજાવતા મામલો થાળે પડયો હતો અને બે કલાક બાદ હડતાળ સમર્થન માટે જોડાયેલા ટેન્કર ચાલકોએ દૂધ મંડળીઓમાંથી રાબેતા મુજબ કામગીરી કરી લીધી હતી.
ચરોતરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા ઠેરઠેર દેખાવો
By
Posted on