કોમનવેલ્થ ગેમ્સના (Common Wealth Games) બીજા દિવસે ભારતે બે મેડલ જીત્યા છે. ભારત માટે પહેલા દિવસે શરૂઆત ખાસ ન રહી હતી. પહેલા દિવસે ભારત કોઈ મેડલ જીતી શક્યું ન હતું, પરંતુ બીજા દિવસે સંકેતે વેઈટલિફ્ટિંગમાં (Weight Lifting) ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. સંકેતે 55 કિગ્રા વજન વર્ગમાં 248 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટિંગમાં જ દેશને બીજો મેડલ મળ્યો છે. ગુરુરાજા પુજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં 269 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
- ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં બીજો દિવસ
- વેઈટલિફ્ટિંગમાં સંકેતે 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો, ભારતનો આ પહેલો મેડલ છે
- વેઈટલિફ્ટિંગમાં જ દેશને બીજો મેડલ મળ્યો, ગુરુરાજાએ 61 કિગ્રા વજન વર્ગમાં 269 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
- ટેબલ ટેનિસમાં મહિલા ટીમે સતત બીજી મેચ જીતી હતી
- બેડમિન્ટનમાં મિશ્ર ટીમે શ્રીલંકાને પણ હરાવ્યું અને પાકિસ્તાન પછી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ઈંગ્લેન્ડ(England)ના બર્મિંગહામ(Birmingham)માં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ભારતનું ખાતું ખુલ્યું છે. ભારતે વેઈટ લિફ્ટિંગમાં બે મેડલ જીત્યા છે. મહારાષ્ટ્ર(Maharashtra)નાં 21 વર્ષીય વેઈટલિફ્ટર(Weightlifter) સંકેત સરગરે(Sanket Mahadev Sargar) 55 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે ભારતને સ્ટાર વેઈટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે પહેલો મેડલ અપાવ્યો છે. તેણે પુરૂષોની 55 કિગ્રા સ્પર્ધાની ફાઇનલમાં આ સિદ્ધિ મેળવી હતી. સંકેત સરગરે બે રાઉન્ડના 6 પ્રયાસોમાં તેની સંપૂર્ણ તાકાત આપી અને કુલ 228 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ(Silver Medal) જીત્યો હતો. મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી સાંગલીએ આ વખતે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે એટલું જ નહીં, પણ શાનદાર પ્રદર્શન કરીને લોકોને પોતાના વખાણ કર્યા છે. તેણે પ્રથમ રાઉન્ડમાં એટલે કે સ્નેચમાં શ્રેષ્ઠ 113 કિલો વજન ઉપાડ્યું. આ પછી, તેણે બીજા રાઉન્ડમાં એટલે કે ક્લીન એન્ડ જર્કમાં 135 કિલો વજન ઉપાડીને મેડલ જીત્યો.
જ્યારે બીજો મેડલ ગુરુરાજા પુજારી ત્રીજા પ્રયાસમાં 151 કિલો વજન ઉપાડ્યું છે. આ સાથે તેણે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું છે. ગુરુરાજે કુલ 269 કિલો વજન ઉપાડ્યું હતું. તેણે સ્નેચમાં 118 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિલો વજન ઉપાડ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આજે અગાઉ સંકેતે વેઈટલિફ્ટિંગમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજાએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. તે 2018માં દેશ માટે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી હતો. જોકે આ વખતે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.