Sports

દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ તરફથી મળી કરારી હાર, ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટો ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં (Match) નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ પરિણામ સાથે ભારતીય ટીમ (Indian Team) સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. જ્યારે આફ્રિકાની ટીમ બહાર થઈ ગઈ છે. હવે ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે તેનો નિર્ણય પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ થોડા સમય બાદ લેવામાં આવશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ગ્રુપ-2નું સમગ્ર સમીકરણ પણ બદલાઈ ગયું છે.

જણાવી દઈએ કે ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ આજે ઝિમ્બાબ્વે સામે થવાની છે. હવે જો ભારતીય ટીમ આ મેચ હારી જશે તો પણ તે સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરશે, કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં તેના ગ્રુપ-2માં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે આફ્રિકાની ટીમ 5 પોઈન્ટ સાથે આઉટ થઈ ગઈ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટુંક સમયમાં એડિલેડમાં મેચ રમાવાની છે. આ બંને ટીમો હવે 4-4 પોઈન્ટ પર બરાબર છે. આવી સ્થિતિમાં, આ બંને ટીમોમાંથી જે પણ મેચ જીતશે, તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, કારણ કે તે આફ્રિકા કરતા એક પોઈન્ટ વધુ એટલે કે 6 પોઈન્ટ હશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર વર્લ્ડ કપમાં ચોકર્સ સાબિત થઈ છે. તેની પાસે આ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાની મોટી તક હતી. સામે નેધરલેન્ડની ટીમ નબળી હતી, પરંતુ આફ્રિકન ટીમ ફરી એકવાર તકનો લાભ ઉઠાવી શકી ન હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડની ટીમે 4 વિકેટે 158 રનનો સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે કોલિન એકરમેને 26 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય સ્ટીફન મેબર્ગે 37 અને ટોમ કૂપરે 35 રન બનાવ્યા હતા.

આ પછી 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મધ્યમાં, ટીમ પણ સારુ રમી પરંતુ અંતે તે સંપૂર્ણપણે ડૂબી ગઈ. આફ્રિકાની ટીમે 112 અને 141ની વચ્ચે 8 વિકેટ ગુમાવી દીધી અને મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી અને 13 રનથી મેચ હારી ગઈ. જણાવી દઈએ કે ટીમ તરફથી રિલે રોસોએ સૌથી વધુ 25 રન બનાવ્યા હતા.

Most Popular

To Top