National

ઓમિક્રોને ક્રિસમસની મજા બગાડી : યુપી અને એમપીમાં નાઈટ કરફ્યૂ, મહારાષ્ટ્રમાં ન્યૂ ઈયરની ઉજવણી પર પ્રતિબંધના સંકેત

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona)એ ફરી માથું ઊંચક્યું છે. આ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. દેશના 15થી વધુ રાજ્યોમાં ઓમિક્રોનના 300થી વધુ કેસ મળી આવ્યા છે. છેલ્લાં ચારથી પાંચ દિવસમાં જ ઓમિક્રોન બેથી ત્રણ ગણી ઝડપે ફેલાયો હોઈ સરકાર ચિંતામાં મુકાઈ છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી ઓમિક્રોન પર કાબુ મેળવવા અંગે ચર્ચા કરી હતી અને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી, જેના પગલે આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમના રાજ્યો માટે નવી ગાઈડલાઈન બહાર પાડે તેવી શક્યતા છે, તેની વચ્ચે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં નાઈટ કરફ્યૂ (Night curfew) સહિતના નિયંત્રણો લાદી દેવાના આદેશ છોડાયા છે. યુપીમાં લગ્નમાં 200 મહેમાનોને જ પરવાનગી. આ તરફ મહારાષ્ટ્રમાં પણ ક્રિસમસ (Christmas) અને ન્યૂ ઈયર (New Year) ની ઉજવણી પર નિયંત્રણો લાદવામાં આવે તેવા સંકેત મળ્યા છે.

કયા રાજ્યમાં કયા પ્રતિબંધ લાગુ કરાયા

  • યુપી : નાઈટ કરફ્યૂ, લગ્નમાં 200ને જ પ્રવેશ,
  • એમપી: નાઈટ કરફ્યૂ
  • મહારાષ્ટ્ર: હજુ નિર્ણય લેવાયો નથી.

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ક્રિસમસની ઉજવણીને ધ્યાનમાં રાખીને નાઈટ કફર્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. યુપીમાં પણ સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે મિટીંગ કરીને ક્રિસમસ  અને નવા વર્ષમાં થવા વાળી ભીડ પર રોક લગાવવા મામલે સખત આદેશ આપ્યાં છે. આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આજે નવી કોવિડ-19 માર્ગદર્શિકા જાહેર કરે તેવી શક્યતા છે. ગુરુવાર સાંજે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ઝડપથી વેક્સિનેશનમાં વધારા સાથે સાથે આરોગ્યના માળખાને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમજ રાજ્યોને શક્ય હોય તેવી તમામ મદદ પૂર પાડવા માટેની પણ વાત કહી હતી. ગુજરાતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા બેઠક યોજી કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડશે.

મહારાષ્ટ્રમાં ન્યૂ ઈયરની ઉજવણી પર પ્રતિબંધ મુકાય તેવા સંકેત

ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ વર્ષે નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવના છે. આ સાથે જ હોટલ, રેસ્ટોરન્ટ, લગ્ન સમારંભ, પાર્ટીઓમાં ભીડ નિયંત્રિત કરવા માટે નવી માર્ગ દર્શિકા તૈયાર કરવામાં આવશે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારને 1000 સુધીનો દંડ ચૂકવવો પડશે. બીજી તરફ યાગી આદિત્યનાથ પણ કોરોનાની નવી ગાઇડલાઈન બહાર પાડી છે. જેમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં થનારી પાર્ટીઓમાં કોવિડ પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાતપણે પહેરવાનું રહેશે. મધ્યપ્રદેશ સરકાર પણ ઓમિક્રોનના ભયના કારણે નાઈટ કફર્યુની જાહેરાત કરી છે. ઓમિક્રોનના ભયના કારણે દિલ્હીમાં કોરોનાનું ટેસ્ટીંગમાં વધારો કર્યો છે અને સાથે જ રસીકરણની પ્રક્રિયા પણ ઝડપી કરી છે.

હાલ દેશમાં ઓમિક્રોનના 300થી વધુ કેસ

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે. ભારતમાં ઓમિક્રનના કેસ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ભારતમાં ઓમિક્રોનની સંખ્યા 300ને પાર થઈ ચૂકી છે. ઓમિક્રોનનો સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર 88,
દિલ્હી 57, તમિલનાડુ 34, તેલંગાણા 38, કેરળ 29, ગુજરાત 30, રાજસ્થાન 22, કર્ણાટક 31, હરિયાણા-ઓડિશા 4, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ 3-3, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 2-2, ચંદીગઢ, લદ્દાખ અને ઉતરાખંડ 1-1 કેસ નોંધાય ચૂક્યા છે.     

Most Popular

To Top