Charchapatra

વાહનોની સ્પીડ અને મોતને અતૂટ નાતો છે

ડુમસથી સુરત તરફ સ્પોર્ટબાઇક ઉપર સો કી.મી.ની ઝડપે, બે યુવકો આવી રહ્યા છે. યુવકોની આ બાઇક કાર સાથે અથડાય છે. સ્પીડ 100 K.M. જેવી હતી, એટલે, એક યુવક, હવામાં ફંગોળાયો અને પડતાં વેંત જ ત્યાંને ત્યાં ‘સમાપ્ત’ થઇ ગયો. બીજો યુવક ગંભીર છે. હોિસ્પટલમાં સારવાર નીચે છે.

સુરતમાં જયાં ૪૦ ની ઝડપે પણ વાહન ચલાવવામાં આવે તો, પણ ગંભીર અને જીવલેણ અકસ્માતોની નવાઇ નથી. તો, આ તો, 100 કી.મી. ની ઝડપ એટલે શું કહેવાય? આટલી ઝડપ એટલે, જાણી જોઇને પોતાની જાતને, મોતના હવાલે કરવાની ચેષ્ટા નહિ તો બીજું શું? રેડિયો ઉપર દિવસભર જાહેરાતો આવે છે કે ‘ચાલકો, ઝડપથી વાહન ચલાવો મા’.

વાહનોની સ્પીડ સાથે મોતને ભારે નાતો છે. યુવાનો અને અન્ય ચાલકો સમજી જાઓ. 100 ની સ્પીડે બાઇક ચલાવીને કયાં જવું છે, તમારે? તમારી પાછળનાં પરિવારજનો ઉપર તો દયા ખાઓ!

સુરત     -બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top