પહેલા તો એ જણાવો ‘મેરુ તો ડગે નય’ ગીત માટે દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
જિગરદાન: ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે રિલીઝ પછી બે દિવસમાં જ અઢી લાખ લોકો જોઈ ચુક્યા હતા અને લોકો ખૂબ માણી રહ્યા છે અને આપણા ગુજરાતી ફોક ગીતોને ખૂબ પસંદ કરે છે, અને હું ઈચ્છું છું, કે હજુ પણ આ ગીત લોકો સુધી પહોંચે અને લોકો સાંભળે!
‘મેરુ તો ડગે નય’ટાઇટલ પર અગાવ ઘણા ગુજરાતી ગીતો બની ચુક્યા છે તેમ છતાં તમને રિમેક બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
જિગરદાન: સૌરાષ્ટ્રના ઘણા ભજન છે હમણાં મેં ઓધાજી કરીને રીક્રિયેટ કર્યું હતું,ત્યારબાદ નરસિંહ મહેતાનું સોંગ કર્યું હતું,એવા ઘણા બધા આપના લોક ગીતો છે જે ફોક સાઉન્ડ સાથે વળાઈ ચુક્યા છે,આ બધા ગીતો તહેવારોમાં ગવાતા હોય છે,એટલે મને વિચાર આવ્યો કે આ બધા ગીતોમાં જે મને ગમે છે, અને મને ખુબ પસંદ છે,તેના મ્યુઝિકલ વર્જન મારે કરવા છે,અગાવ જે રીતના મેં રીક્રિયેટ કર્યા છે જેમકે ‛ઓધાજી’,‘મોગલ આવે! તેવા સોંગ રીક્રિયેટ કરવા છે!
સત્તરથી પણ વધારે ફિલ્મોમાં અને ઘણા સિંગલ સોંગમાં મધુર અવાજથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે અત્યાર સુધીની તમારી જર્ની કેવી રહી અને તમારી લાઈફમાં ઉતાર-ચઢાવ કેવા આવ્યા છે?
જિગરદાન: ખૂબ રસપ્રદ રહી,કારણ કે તમારા જીવન જ્યારે તમારો કોઈ ગોલ હોય,ત્યારે પડકાર પર અઢળક હોય છે,જેથી મારા જીવનમાં ખાસા ઉતાર-ચઢાવ રહ્યા છે,આજે પણ ભાગમ-ભાગ ખુબજ છે એટલે રાત્રે મેનેજ કરું કે, પછી દિવસના એ સમજાતું નથી,મને લાગે છે મારે હજુ ચાર-પાંચ મેનેજર રાખવા પડશે,ખાસ કરીને કોરોના પેડેમીક ટાઈમ પૂરો થયો એટલે તમામ કલાકારોના કામ ખુબજ વધી ગયા છે!
ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા ગુજરાતી ઘણા જુના ગીતો છે શું તમને લાગે છે એ ગીતો પર રિમેક બનવા જોઈએ,અને ફિલ્મોમાં કે સિંગલ સોન્ગ રૂપે પ્રદર્શિત થવા જોઈએ?
જિગરદાન: ચોક્કસ, આપણા જે ભજન છે અને જે પણ લોક ગીતોની રચના છે મારા ખ્યાલથી જેને ગણી પતકથાઓમાં લેવાઈ પણ છે,અને પટકથામાં તેમને લેવામાં આવે તો વધુ લોકો સુધી આપણું ફોક ગીતો પહોચશે,અને ઘણા ફોક ગીતો છે તે રિવાયજ થવા એ ખૂબ જરૂરી છે,જેનાથી નોન ગુજ્જુ છે જે ગુજરાતી નથી જાણતા તે પણ સાંભળશે,અને ગુજરાતી એટલે ગરબા તેજ આખી દુનિયામાં જણાઈ છે પણ એવું નથી,અહીંયા બહારના સિંગરો પણ ગાઈને ગયા છે,જેમકે કિશોર દા, હોય કે પછી લતાજી હોય, આ સિવાય ઘણા બહારના સીંગરોએ અદભુત રચનાઓ ગાઇ છે!
તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ સિંગર તરીકે અને જિગરા તરીકેની ખુબ મોટી ઓળખ ઉભી કરી છે તેમ છતાં તમે પોતાને કેટલા સફળ વ્યક્તિ માનો છો?
જિગરદાન સફળતા તો હજુ ખુબજ દૂર છે કારણ કે એક કલાકાર માટે દરેક સવાર,અને દિવસ નવો હોય છે,મારા ખ્યાલથી સફળતા એ છે કે તમારા આજુબાજુ મિત્રો,સ્નેહી જનો, કુટુંબનો સપોર્ટ મળે છે ત્યારે કલાકાર આગળ વધી શકે છે,અને તેના સિવાય તે સફળ થતો નથી, અને મારા ખ્યાલથી સફળતા એ છે જેના કામમાં તમને યોગદાન આપવાનું છે જે હજુ પણ સંકળાયેલા રહે છે સપોર્ટ કરતા રહે છે!
ઘણા ગુજરાતી સીંગરોએ બોલિવૂડમાં પોતાની પ્રતિભા સ્થાપિત કરી છે તમારો બોલિવૂડ તરફ વળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે,અથવા બોલિવૂડમાંથી કોઈ ઓફર મળી રહી છે?
જિગરદાન: બોલિવૂડ કરતા હવે જે સમય છે તે સ્વતંત્ર મ્યુઝિકનો છે,અને જેની પાસે વાત ખુબજ સારી હોય, અને તેને કહેવા માંગે,તો તેના માટે માધ્યમ ઘણા છે,કોઈપણ કેટેગરીના કલાકારો માટે પોતાની વાત કહેવાના માધ્યમ ઘણા છે, પછી મ્યુઝિક હોય કે, ડાન્સ હોય કે, પછી સિગિંગ હોય,અને મારા ખ્યાલથી સ્વતંત્ર મ્યુઝિક પર જોર ખૂબ રાખવું જોઈએ બોલિવૂડ પણ અત્યારે એજ કરી રહ્યું છે,અને અત્યારે સ્વતંત્ર મ્યુઝિક પર મારુ ફોકસ વધારે છે!
તમારા આગામી પ્રોજેક્ટ વિશે જણાવો?
જિગરદાન: હું અત્યારે નવરાત્રીની તૈયારી કરી રહ્યો છું,મેં વૃદાવન અને શક્તિ બે સોંગ આવે છે શક્તિ માતાજીના ગરબાનું કમ્પાલેશન છે અને વૃદાવન એ કૃષ્ણ ભગવાનનું કમ્પાલેશન છે,અને આ વખતે હું તેની બીજી સીરીઝ લાવવાનું વિચારું છું તો તેની તૈયારી અત્યારે ચાલી રહી છે આ સિવાય ઘણા સિંગલ ગીતો આવે છે અને ફિલ્મોના પણ ગીતો આવે છે!