Charchapatra

આકાશવાણીના મનની વાત

પ્રાચીન કથાઓમાં અદૃશ્ય અવાજ દ્વારા આકાશવાણી થાય એવું કહેવાતું. હવે આપણા ઓલ ઈન્ડિયા રેડિયોને નવા આદેશથી આકાશવાણી નામકરણ થયું. શ્રોતા બોલનારને જોઈ શકતા નથી પરંતુ ધ્વનિતરંગો દ્વારા એનો અવાજ રેડિયોમાંથી શ્રોતા સુધી પહોંચે છે. T.V. પહેલાં રેડિયોની બોલબાલા હતી. આજે પણ જૂના શ્રોતાઓ રેડિયો સાંભળે છે. હવે F.M. પર ઘણાં લોકો મનોરંજન માણે છે. રેડિયોના માધ્યમનો જાદુ અનેરો છે. અત્યારે ઘણાં કારણે પરાયો થઈ ગયેલો રેડિયો એક સમયે પ્રજાના ચોવીસ કલાકનો સાથીદાર હતો. આકાશવાણીનાં કેન્દ્રોની સભાનો પ્રારંભ કર્ણપ્રિય સિગ્નેચર ટ્યૂનથી થાય છે. પ્રજાની રગેરગમાં ઊતરી ગયેલી આકાશવાણીના સિગ્નેચર ટ્યૂનથી ભારતનાં શહેરો અને દૂર દૂરનાં ગામડાંની સવાર પડતી. આખો દેશ જોડાઈને એક થઈ જતો.

લોકોનો દિવસ ભક્તિગીતોથી શરૂ થતો અને રાત્રે શાસ્ત્રીય સંગીત અને ફિલ્મની ગીતોની મધુર સૂરાવલીઓથી પૂરો થશે. દિવસના કોઈ પણ સમયે રેડિયોની હાજરી હોય જ. વળી આકાશવાણીના ઉદ્દઘોષકો, સમાચારવાચકોની સાથે શ્રોતાઓની આત્મીયતા હતી. એ આકાશવાણીની મહાન સફળતા હતી. જિંદગીના ખાલીપામાં અને મુલાયમ યાદોનો પરોક્ષ સાક્ષાત્કાર થતો. સમગ્ર પ્રજા અલગ-અલગ રૂપે મજા માણતી. પ્રાદેશિક ભાષાઓ, બોલીઓના કાર્યક્રમો શાસ્ત્રીય સંગીતથી માંડી લોકગીતો, ભજનો, સુગમ સંગીત અને ખેડૂતો, કામદારો, સિનિયર સિટિઝન્સ, મહિલાઓ, યુવાનો બાળકો, આદિવાસીઓ માટે ખાસ કાર્યક્રમો આવતા, જ્ઞાનવર્ધક વાર્તાલાપો, વિજ્ઞાનલક્ષી માહિતી, ખાસ તો કુદરતી કે માનવસર્જિત આપત્તિમાં માર્ગદર્શન એ બધું સંસ્કારી શિસ્ત અને શુધ્ધ મનોરંજન પીરસાતું. ક્યાંય છીછરાપણું ન હતું. બહુજન હિતાય બહુજન સુખાય અને આવાઝ કી દુનિયા કે દોસ્તો આકાશવાણીને પણ પોતાની મનની વાત કહેવી છે. કોઈ સાંભળનાર છે?
ગંગાધરા – જમિયતરામ શર્મા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

પહેલાં રોટી, મકાન અને કફન સસ્તાં કરો
2024માં જીતવું હોય તો લોકોની મૂળભૂત સમસ્યાનો ઉકેલ લાવી બાંધી આવકના લોકો શાહુકારોની નાગચૂડમાં વ્યક્તિગત કે સામુહિક આત્મહત્યા કરે છે. રશિયાનું ક્રુડ ઓઇલ પ્રોસેસ કરી વિદેશમાં નિકાસ કરે છે પણ આપણે ઘરના છોકરા ઘંટી ચોર અને ઓટો ડીઝલ, પેટ્રોલ સસ્તું કરો તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઓછો થાય. જીવન જરૂરિયાતની ચીજો પણ વ્યાજબી ભાવે મળે. ઇંધણના ભાવનો મસમોટો નફો મસ મોટો બિન ઉત્પાદકીય યોજનાઓમાં વેડફી રહ્યા છે. જે સામાન્ય પ્રજાને પરવડે એમ નથી.
રાંદેર     – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top