સાઉથ કોરિયા: સાઉથ કોરિયામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પૂર્વી તટીય વિસ્તારમાં આવેલા જંગલમાં આ આગ લાગી છે. આગના પગલે નજીકમાં આવેલા પ્લાન્ટ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્લાન્ટને જોખમ ઊભું થયું છે. શુક્રવારે સવારે સમુદ્ર કિનારે આવેલા ઉલજિન શહેરની પહાડીઓ પર લાગી હતી જે આગ હવે લગભગ ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગને કાબુમાં લેવા માટે બે હજાર ફાયર ફાઈટરો અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આગની ઝપેટમાં અનેક મકાનો આવી જતા હજારો લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દક્ષિણ કોરિયાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ઉલજિન શહેરની પહાડીઓ પર શુક્રવારના રોજ ભીષણ આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરી સર્જાઈ હતી. જો કે આ આગ ત્યારબાદ આ આગ જંગલમાં ફેલાઈ જતા જોખમ ઉભું થયું છે. શનિવારે ફાયરનાં જવાનોએ આગનાં પગલે 6,000 થી વધુ લોકોના ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. વન અને અગ્નિશામક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, શનિવારે બપોર સુધીમાં સિઓલથી આશરે 330 કિમી દક્ષિણપૂર્વમાં, ઉલ્જિન અને તેના પડોશી શહેર સેમચેકમાં આગમાં અંદાજિત 21,179 એકર જંગલ બળી ગયું હતું.
૧૫૩ ઘરો આગની ઝપેટમાં
કોરિયા ફોરેસ્ટ સર્વિસ (KFS)ના જણાવ્યા અનુસાર, આગ શુક્રવારે સવારે ઉલ્જિનમાં એક પર્વતની નજીકના રસ્તા પર શરૂ થઈ હતી અને બપોરે સેમચેઓક સુધી ઉત્તરમાં પ્રસરી હતી, જે તીવ્ર પવન અને શુષ્ક હવામાનને કારણે થઈ હતી. આગના પગલે 153 ઘરો બળીને ખાક થઇ ગયા છે અને 53 અન્ય માળખાનો નાશ કર્યો, પરંતુ કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. આ આગથી અગાઉ પણ એકવાર પરમાણુ ઉર્જા પ્લાન્ટ, દેશના સૌથી મોટા લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ઉત્પાદન સંકુલ અને વિસ્તારોમાં પાવર ટ્રાન્સમિશન લાઈનોને જોખમ ઊભું થયું હતું, પરંતુ અગ્નિશામકોએ આગને સુવિધાઓ સુધી પહોંચે તે પહેલાં કાબૂમાં લાવી દીધી હતી. પરંતુ પવનની દિશા બદલાતા આ આગ કરી દક્ષિણના ઉલ્જિનના ગામો તરફ પ્રસરવા લાગી છે. જેથી ગ્રામજનોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ગાઢ ધુમ્મસના કારણે આગ કાબુમાં લેવામાં મુશ્કેલી
શનિવાર બપોર સુધીમાં, 4,296 અગ્નિશામકો 46 હેલિકોપ્ટર અને 273 ફાયરટ્રક તૈનાત સાથે આગ સામે લડી રહ્યા હતા, અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગના દક્ષિણ તરફ ફેલાવાને રોકવા અને ફરીથી પરમાણુ, ગેસ અને પાવર સુવિધાઓના રક્ષણ પર તેમના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.’ 27 એમપીએસના જોરદાર પવન અને જંગલમાં લાગેલી આગના કારણે સર્જાયેલા ગાઢ ધુમ્મસના કારણે હેલિકોપ્ટર વડે આગ ઓલવવામાં ફાયરના જવાનોને મુશ્કેલી પડી રહી હતી.
ગત વર્ષે તુર્કીના જંગલોમાં લાગી હતી ભીષણ આગ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની શરૂઆતમાં તુર્કીના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. તમામ પ્રયાસો પછી પણ તેને કાબૂમાં લેવામાં મુશ્કેલી આવી રહી હતી. તુર્કીમાં આગ એન્ટાલિયા વિસ્તારમાં લાગી હતી. જે રશિયા અને યુરોપના અન્ય ભાગોના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગ્રીસ, ઈટાલી અને સ્પેનના જંગલોમાં પણ આગના સમાચાર મળ્યા છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સેંકડો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. સેંકડો મકાનોને નુકસાન થયું હતું.