National

કિમ જોંગની ઊંઘ થઈ હરામ: દક્ષિણ કોરિયાએ તેની નવી ‘હાઈ પાવર’ મિસાઈલનું કરશે પરીક્ષણ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાએ (South Korea) હાલમાં જ તેની પાવરફુલ મિસાઈલનું (Missile) પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષણ બાદ હવે ઉત્તર કોરિયાના (North Korea) તાનાશાહ કિમજોંગની (Kimjong) રાતની ઊંઘ હરામ થઇ ગઈ છે. ઉત્તર કોરિયાએ તેની ‘હાઈ પાવર’ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ (Test) ટૂંક સમયમાં કરી શકે છે તેવા અહેવાલો આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયાએ પરીક્ષણની તડામાર તૈયારીઓનો આરંભ પણ કરી દીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બુધવારે સાઉથ કોરિયા મિસાઈલના વિકાસને લઇને કામગીરી કરી રહ્યું છે. આ મિસાઈલને હ્યુનનમું-5 ના નામે ઓળખી શકાય છે.બધી તૈયારી થતાની સાથે જ હવે તે પરીક્ષણ માટે તૈયાર થઇ ચુકી છે..

શુક્રવારે એનહેંગમાં તેનું પરીક્ષણ થઈ શકે છે
આ મિસાઈલ પરીક્ષણ અગાઉ એવી અટકળો પણ સામે આવી હતી કે રાજ્ય સંચાલિત એજન્સી ફોર ડિફેન્સ ડેવલપમેન્ટ શુક્રવારે એનહેંગમાં તેનું પરીક્ષણ કરી શકે છે કારણ કે સિયોલથી 150 કિમી દક્ષિણપશ્ચિમમાં તાઓન ખાતે નજીકના પાણીમાં નેવિગેશનલ ચેતવણી અમલમાં છે. જ્યારે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે કોઈપણ દરિયાઈ જીવંત-ફાયર તાલીમ માટેની કોઈ યોજના નથી દેખીતી રીતે મિસાઈલ પરીક્ષણ રદ અથવા વિલંબિત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ ઉચ્ચ શક્તિની છે.

મિસાઈલ 3,000 કિમી અથવા તેનાથી વધુ ઉડાન ભરવા માટે સક્ષમ
આ મિસાઈલ 75 ટન-ફોર્સના પાવર સાથે 8-9 કિલો વજનના વોરહેડને લઈ જવા માટે સક્ષમ છે. તેની મહત્તમ શ્રેણી અત્યંત ગોપનીય રહે છે પરંતુ નિરીક્ષકોએ જણાવ્યું હતું કે તે 3,000 કિમી અથવા તેનાથી વધુ ઉડાન ભરવા માટે સક્ષમતા દાખવી શકે છે. KMPR એ ત્રણ-અક્ષના પ્રતિકાર માળખાનો આધારસ્તંભ છે. તેમાં કિલ ચેઈન પ્રી-એમ્પ્ટીવ સ્ટ્રાઈક પ્લેટફોર્મ અને કોરિયા એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.

કિમ જોગે આ પરીક્ષણ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું
હવે દક્ષિણ કોરિયાના આ પ્લાનને જાણીએ એક ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું છે. આ સમાચારને લઇને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની તો જાણે રાતોની ઊંઘ હરામ જ થઇ ગઈ છે. કિમ જોગે આ પરીક્ષણ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આ પછી કહેવાય રહ્યું છે કે,ઉત્તર કોરિયા પણ હવે દક્ષિણ કોરિયાને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કકરી રહ્યું છે. હાલની પરિસ્થિતિ એવી છે કે ઉત્તર કોરિયામાં છેલ્લા કેટલાય વખતથી તણાવના માહોલમાંથી પસાર થઇ રહ્યું છે. તેવામા ગત રોજ ઉત્તર કોરિયાએ પણ એક પછી એક ડઝનબંધ બેલેસ્ટિક મિસાઇલોના પરીક્ષણ કર્યા છે.

Most Popular

To Top