નવી દિલ્હી: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો (South Film Industry) ડંકો વિદેશમાં પણ વાગી ગયો છે. થોડા મહિના પહેલા નિર્માતા (Producer) એસએસ (SS Rajamouli) રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની સફળતા દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મના નિર્માતા એસ રાજામૌલીને શુક્રવારે ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ (New York Film Critics Circle) ખાતે ‘RRR’ માટે શેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ (Award) જીત્યા છે. આ એવોર્ડ મેળવવાની રેસમાં ઘણા દિગ્ગજ હરીફોના નામો હતા પણ તે બધાને પછાડીને રાજામૌલીએ આ એવોર્ડો તેના નામે કર્યો હતો.આ એવોર્ડ મેળવવાની રેસમાં સ્ટીવન સ્પીલબર્ગ, ડેરેન એરોનોફસ્કી અને સારાહ પોલી પણ સામેલ હતા. હવે આ સિદ્ધિની ચર્ચા બી ટાઉનમાં પણ જોર શોરથી થઇ રહી છે.
પુરસ્કારની તારીખ આગલા મહિને નક્કી કરવામાં આવશે
એસ રાજામૌલીની ફિલ્મે દેશ વિદેશમાં ધૂમ મચાવી હતી. બોક્સ ઓફિસ ઉપર ફિલ્મ એમ સુપર બ્લોકબસ્ટલ સાબિત થઇ હતી. ત્યારબાદ ફિલ્મને વિદેશમાં પણ એટલોજ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ફિલ્મનુ વિવિદ કેટેગરીમાં નોમિનેશન થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મધ ન્યૂ યોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ એવોર્ડ્સ ખૂબ આદરણીય એવોર્ડ ગણવામાં આવે છે કારણ કે તેનું નોમિનેશન અને કેટેગરી હોલીવુડના પ્રતિષ્ઠિત ફિલ્મ વિવેચકોની પેનલ દ્વારા તેનો નિર્ણય કરવામાં આવે છે. ન્યૂ યોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલના સભ્યોએ જાન્યુઆરીની શરૂઆતમાં, આ સંસ્થા એક પાર્ટીનું આયોજન કરશે જ્યાં આ પુરસ્કારો આપવામાં આવશે.
બોક્સ ઓફિસ ઉપર પણ ફિલ્મે ધમાલ મચાવી હતી
‘RRR’ ની રિલીઝ બાદ હવે એક નજર તેની કમાણી ઉપર પણ કરી લઈએ.. ફિલ્મ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ તાજેતરમાં ચીનના થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ‘RRR’ને ઘણા મોટા દિગ્દર્શકો અને ફિલ્મ ટેકનિશિયન દ્વારા ટેકો મળ્યો હતો. આ ફિલ્મને વિશ્વભરમાં પ્રશંસા મળી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ‘RRR’ એ વર્ષની બીજી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે હોલીવુડ ક્રિટિક્સ એસોસિયેશન એવોર્ડ પણ જીત્યો છે.
ફિલ્મની વાર્તામાં ક્રાંતિ અને બળવો હતો, છતાં તે એક કાલ્પનિક વાર્તા હતી
‘RRR’ બે વાસ્તવિક નાયકો અને જાણીતા ક્રાંતિકારીઓ અલુરી સીથારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. આ એક કાલ્પનિક વાર્તા છે જે 1920ના આઝાદી પહેલાના યુગની છે. ફિલ્મ ‘RRR’માં રામ ચરણ અને જુનિયર NTR મુખ્ય ભૂમિકામાં છે.