Vadodara

સોની પરિવારના 33 લાખ ખંખેરી લેનાર જયોતિષ ટોળકીના બે સાગરિતો રાજસ્થાનથી ઝડપાયા

વડોદરા : પાખંડી જયોતિષિઓના ચૂંગાલમાં ફસાવીને સોની પરિવારના 33 લાખ રૂિપયા ખંખેરી લેનાર ટોળકીના બે સાગરિતોને સમા પોલીસ રાજસ્થાનથી ઝડપી લીધી હતી. સમા સ્પોર્ટસ કોમ્પલેકસ સામે આવેલ સ્વાતિ સોસાયટીના મકાન નં. સી-13 માં તા. 3 ફેબ્રુઆરીના રોજ શહેરીજનોને હચમચાવી મૂકે તેવી ઘટનામાં નરેન્દ્ર સોની સહિત પાંચ નિર્દોષો વિષપાન કરીને મોતને ભેટયા હતા.

આખા પરિવારમાં એક માત્ર બચી ગયેલી પુત્રવધુ ઉર્વશી સોની હાલ સયાજી હોસ્પિટલાં સારવાર હેઠળ છે. તેના સ્વર્ગીય પતિ ભાવિને આખરી ઘડીએ પોલીસને આપેલા મરણોન્મુખ નિવેદનમા સામૂિહક આપઘાત પાછળ જયોતિષીઓની પાખંડી લીલા જવાબદાર હોવાનું જણાવીને 33 લાખ રૂિપયા નવ જયોતિષીઓએ ખંખેરી લીધા હોવાનું જણાવ્યું હતું.

સમા પોલીસે ભાવિન સોનીની ફરિયાદ આધારે નવ જયોતિષીઓ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરતા જ જયોતિષીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયોતિષીઓનું પગેરૂં રાજસ્થાન તરફ નીકળતા સમા પોલીસે દોડધામ મચાવતા બે ઠગ જયોતિષીઓને દબોચી લીધા હતા. નાગોર જિલ્લાના કુચેલા ગામમાં છૂપાયેલા ગજેન્દ્ર ઉર્ફે અમિત ઈન્દ્રવદન ભાર્ગવ અને શૈલેષ ઉર્ફે સાહિલ સદારામ ભાર્ગવને પોલીસે ઉંઘતા જ ઝડપી પાડયા હતા.

મકાનમાં વિવિધ પ્રકારની વિધિ કરવાના બહાને બંને ઠગ સાળા બનેવીએ લાખો રૂિપયાની માતબર રકમ ખંખેરી લીધી હતી. અને સોની પરિવારને દેવામાં ડૂબાડી લેતા આપઘાતી પગલુ ભરવા મજબુર કરી દીધા હતા. સમા પોલીસે બંને ભેજાબાજોના કોવિડ-19 ટેસ્ટ કરાવતા નેગેટીવ આવતા જ ધરપકડ કરી હતી અને ઉચ્ચ અિધકારીઓની હાજરીમાં બંને પાખંડીઓની ઉંડી પૂછતાછ હાથ ધરી હતી.

સાળો-બનેવી સિલાઈ કામ કરતા કરતા જયોતિષ બન્યા

રાજસ્થાન ખાતે વતનમાં ટેલરિંગ કામ કરતા સાળા બનેવીએ આખુ ષડયંત્ર રચ્યું હતું અને ગજેન્દ્રએ નરેન્દ્રભાઈ પાસેથી ચાર લાખ રૂિપયા લીધા બાદ સાળા સાહિલ વોરા ઉર્ફે શૈલેષની પણ ચૂંગાલમાં નરેન્દ્રભાઈને ફસાવ્યા હતા. શૈલેષ 3.50 લાખ લઈને મકાનમાં વિધિ કરીને 1920 ની સાલના પ્રાચિન ચાંદીના સિક્કા જમીનમાંથી કાઢીને સિક્કા ઠગ સાિહલ જ લઈ ગયો હતો. આમ સોની પરિવારને બંને તરફથી લૂંટવામાં જયોતિષીઓના સ્વાંગમાં ગઠિયા સાળા બનેવીએ કોઈ કસર છોડી ન હતી.

સાળો બનેવીએ મગરના આંસુ સાર્યા

પાખંડી સાળા  બનેવીને ઉચ્ચ પોલીસ અિધકારીઓની હાજરીમાં મિડિયા સમક્ષ રજ કરવામાં આવતા જ બદનામીના ડરથી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. પોલીસ સમક્ષ ઠગાઈની કબૂલાત કરતા બંને ભેજાબાજોના મગરના આંસુ નિહાળીને કેટલાક મિડિયા કર્મચારીઓએ મોંઢે સંભળાવી દીધું હતું કે, નિર્દોષોના લાખો રૂિપયા ખંખેરી લેતા રડવું ના આવ્યું ? હવે સમાજ સામે પાખંડી લીલા ઉઘાડી પડતા જ આંસુ આવી ગયા.

પ્રપંચીઓએ નાણાં માટે હેમંતનું હર્યુભર્યુ જીવન રોળી નાંખ્યું

સોની પરીવારને પાયમાલ કરી નાખવા આખી ટોળકીએ શર્મસાર પ્રપંચ લીલા રચી હતી. આખા ગુનાનો સૂત્રધાર મનાતો હેમંત જોષીના નામે 4 લાખ ગજેન્દ્રએ લીધા બાદ ટૂંક સમયમાં નરેન્દ્રભાઈને એવું જણાવ્યું કે, હેમંત જોષીનું આકસ્મિક મોત થયું છે.હવે વિધિ અન્ય પાસે કરાવવી પડશે તેમ જણાવી સાહિલનો સંપર્ક નરેન્દ્રભાઈને કરાવ્યો હતો. જેથી સાળાને પણ દુઝતીગાય મળી હોય તેમ 3.54 લાખ સાહિલે િખસ્સામાં સેરવી દીધા હતા.

5 જયોતિષીઓના આગોતરા જામીન નામંજૂર

વાસ્તુદોષ અને પિતૃદોષ સહિતની વિધિઓ કરવાના બહાને સોની પરિવારની 32 લાખ રૂિપયાની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના પાંચ સેસન્સ કોર્ટ નામંજૂર કર્યા હતા.  તપાસ અિધકારી પી.આઈ. પ્રફુલ્લ પટેલનું સોગંદનામુ અને સરકાર તરફે પીઢ ધારાશાસ્ત્રી ભાવિન પુરોહિતે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, જયોતિષીઓએ વિધિના બહાને રૂિપયા પડાવી લેતા પરિવાર નાણાંકિય ભીડમાં આવીને સામૂિહક આપઘાત કર્યો હતો.  અન્ય આઠ જયોતિષીઓ એકબીજા સાથે સંકળાયેલા છે કે કેમ ? અન્ય લોકો સાથે પણ આ પ્રકારથી છેતરપિંડી કરી હોવાની આશંકા છે. આરોપીઓની મિલકતો, ફોની કોલ િડટેઈલ્સ, બેંક એકાઉન્ટની તપાસ કરવાની છે. જે પાંચ આરોપીઓના જામીન નામંજૂર થયા હતા તેમાં 1. ખીનરાજ ઉર્ફે સ્વરાજ પંચારામ જોશી ઉ.વ.27, હેમંત પંચારામ જોશી ઉ.વ.38, અલકેશ પ્રકાશ જોષી ઉ.વ.30, વિજય ગિરિશભાઈ જોષી ઉ.વ.25 અને પ્રહલ્લાદ છેલારામ જોષી ઉ.વ.66 તમામ રહેવાસી, અમદાવાદના પ્રપંચી અને ભેજાબાજ ઠગ ટોળકીનો સૂત્રધાર હેમંત જોષી હોવાનું જાણવા મળ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top